ગુજરાતબિઝનેસ

ગૌતમ અદાણી બન્યા હીરા વેપારીના વેવાઈ, જાણો નાના દીકરા જીતની કોની સાથે થઈ સગાઈ?

Text To Speech

વિવાદો વચ્ચે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે શરણાઈ ગુંજશે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની રવિવારે સગાઈ થઈ ગઈ છે. હીરા વેપારી જૈમિન શાહની પુત્રી દીવા સાથે જીતની સગાઈ થઈ હતી. અમદાવાદમાં યોજાયેલા આ એન્ગેજમેન્ટ સમારોહમાં ખાસ મિત્રો અને નજીકના સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત પ્રવાસન વિભાગે મહોત્સવો પાછળ આટલા કરોડનો કર્યો ધુમાડો

કોણ છે દીવા શાહ?

દીવા શાહ હીરાબજારની જાણીતી કંપની સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના દિનેશભાઈની પૌત્રી છે. દીવાના પિતા જૈમિન શાહ પણ આ કંપની સાથે જ જોડાયેલા છે. હીરાબજારમાં સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડનું નામ મોટું છે તેની સ્થાપના 2007માં થઈ હતી અને તેની હેડ ઓફિસ મુંબઈમાં આવેલી છે.

જીત અદાણીની સગાઈ - Humdekhengenews

ગૌતમ અદાણીને બે પુત્ર છે

ગૌતમ અદાણીને બે પુત્ર છે. જેમાં મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાના પુત્રનું નામ જીત અદાણી છે. જેમાં જીતનો પુત્ર અદાણીનો જન્મ 7 નવેમ્બર 1997ના રોજ થયો હતો. જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સિસમાં અભ્યાસ કર્યો છ. તેમજ જીત વર્ષ 2019માં જીતે અદાણી ગ્રુપ જોઈન કર્યું હતું અને હાલમાં તેઓ અદાણી ગ્રુપમાં વાઈસ પ્રેસિડેન્ટ તથા ગ્રુપ ફાઈનાન્સની જવાબદારી સંભાળી રહ્યા છે.

 આ પણ વાંચો : ધ્વનિ પ્રદુષણ અંગે હાઈકોર્ટની ટકોર, ફરિયાદને પોલીસ હળવાશથી ન લે !

કરણ અદાણીના લગ્ન પરિધિના સાથે થયાં છે

અગાઉ ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણના લગ્ન દેશના જાણીતા કોર્પોરેટ વકીલ સિરિલ શ્રોફની પુત્રી પરિધિ સાથે થયા હતા. કરણ અદાણી અને પરિધિના લગ્ન વર્ષ 2013માં થયા હતા. બંનેના લગ્નમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ (APSEZ)ના CEO છે.

Back to top button