ગુજરાત

ગુજરાત પ્રવાસન વિભાગે મહોત્સવો પાછળ આટલા કરોડનો કર્યો ધુમાડો

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રવાસન વિભાગ દ્વારા મહોત્સવ પાછળ કેટલો ખર્ચ કર્યો તેની વિગતો સામે આવી છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કર્યો હતો. નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ અને પ્રવાસી સુવિધા, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલ પાછળ સરકારે કરોડ રુપિયાનો ખર્ચ કર્યોની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો : શાકભાજી અને ખાદ્યતેલ બાદ ફરી એકવાર લીંબુના ભાવમાં તોતિંગ વધારો

ગુજરાત વિધાનસભા - Humdekhengenews

પ્રશ્નોત્તરીકાળમાં સરકારે વિગત જાહેર કરી હતી

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા પ્રશ્નોત્તરીકાળમાં સરકારે પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે, પ્રવાસન વિભાગે મહોત્સવ પાછળ 57 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ છેલ્લા બે વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યો હતો. આમાંનો કુલ ખર્ચમાં 55 કરોડનો ખર્ચ તો સજાવટ પાછળ કર્યો હતો. સરકારે વર્ષ 2021માં કુલ 20.56 જ્યારે વર્ષ 2022માં કુલ 36.48 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત વાહન પાછળ કુલ 71 લાખ રુપિયાનો ખર્ચ કર્યો હતો જ્યારે અખબાર પત્રોમાં જાહેરાત પાછળ 81.72 લાખનો ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચો : સાચવજો ! રાજ્યમાં H3N2‌ વાયરસથી મોત

કોરોડનો ખર્ચ છતા પણ પ્રવાસીની સંખ્યા ઘટી

એક તરફ સરકાર પ્રવાસન પાછળ કોરોડો રુપિયાનો ખર્ચ કરી રહી છે જયારે બીજી તરફ કોરોડોનો ખર્ચ કર્યા છતાપણ પ્રવાસીની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં કુલ 76 વિદેશી પ્રવાસીઓએ મહોત્સવની મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં 389 વિદેશી પ્રવાસી મહોત્સવની મુલાકાત કરી હતી.

Back to top button