ગુજરાત

શાકભાજી અને ખાદ્યતેલ બાદ ફરી એકવાર લીંબુના ભાવમાં તોતિંગ વધારો

Text To Speech

એકવાર ફરી લીંબુના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ કોરોના કાળમાં લીંબુ ફરસાણ કરતા પણ મોંઘા કરી દેવામાં આવ્યા હતા. આજે યાર્ડમાં લીંબુના ભાવમાં એક દિવસમાં જ 25 ટકાનો વધારો નોંધાયો છે. એક મહિના પહેલા રૂ. 600થી 1200ના પ્રતિ 20 કિલો વેચાતા લીંબુ રાજકોટ યાર્ડમાં ગઈકાલ સુધી રૂ. 1250 થી 2050ની રેન્જમાં રહ્યા બાદ આજે રૂ. 1500 થી 2500એ પહોંચ્યા હતા. છૂટક બજારમાં તે વધીને રૂ. 130 થી 140 એ પહોંચ્યા છે.

આ પણ વાંચો : અંબાજી : માતાના ભક્તોની આસ્થાનો વિજય, મોહનથાળ અને ચીકી બંન્નેનો પ્રસાદ મળશે

ભાવ વધારો - Humdekhengenews

લીંબુના ઉત્પાદનમાં અપેડાના છેલ્લા 2020ના રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વમાં ભારત નં. 1 ઉપર રહ્યું છે. દેશમાં 37.17 લાખ ટન લીંબુનું ઉત્પાદન નોંધાયું હતું. જે તેના પાંચ વર્ષ પહેલા 29.50 લાખ ટનમાં 25 ટકા જેટલો વધારો દર્શાવે છે. દેશમાં લીંબુના ઉત્પાદનમાં વર્ષ 2021-22ના આંકડા મુજબ પ્રથમ નંબરે આંધ્રપ્રદેશ 6.94 લાખ ટન બાદ બીજા નંબરે ગુજરાત રાજ્ય છે. ગુજરાતમાં 6.76 લાખ ટન લીંબુનું ઉત્પાદન થયું છે. આમ, ઉત્પાદન વધવા છતાં અને માંગ સ્થિર રહેવા છતાં પણ લીંબુના ભાવમાં આ સતત બીજીવાર વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં શ્રીફળના પ્રસાદને લઈને વિવાદ

કુદરતી રીતે લીંબુનો પાક મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં થતો હોય છે અને ચોમાસા પછી તે સસ્તા હોય છે. જ્યારે ઉનાળામાં આંશિક ભાવ વધતા હોય છે, પરંતુ, દિવાળી પછી રૂ. 400 થી 1000ના મણ લેખે વેચાતા લીંબુના ભાવ હવે અઢી ગણા થઈ ગયા છે. લીંબુનો ફ્રેશ માલને બદલે સ્ટોરેજનો માલ બજારમાં આવી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે.

ભાવ વધારો - Humdekhengenews

આ પહેલા મરચાં, જીરૂ સહિત અનેક મસાલાના ભાવમાં તોતિંગ વધારો થયો છે, તેમજ અનાજ-કઠોળમાં પણ ભાવમાં વધારો થયા બાદ રાંધણગેસના ભાવમાં પણ તાજેતરમાં વધારો ઝીંકાયો. તેની સાથે જ દૂધ પછી ઘીના ભાવમાં પણ તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે લીંબુ અને ઉનાળાનો તીવ્ર તાપ પડતા શાકભાજી પણ મોંઘા થવાના એંધાણ છે. આમ સતત એક પછી એક જીવન જરુરીયાતની વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે

Back to top button