ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રિ પર બે શુભ સંયોગઃ વિધિપુર્વકની પૂજા અપાવશે માં દુર્ગાની કૃપા

હિંદુ ધર્મમાં નવરાત્રિનું બહુ મોટુ મહત્ત્વ છે. નવરાત્રિના આ સમયમાં નવ દિવસ મા દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના પર્વ દરમિયાન મા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા થાય છે. હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની શરૂઆતથી નવરાત્રિનો આરંભ થાય છે. આ વખતે નવરાત્રિનો તહેવાર 22 માર્ચ, બુધવારથી શરૂ થશે. તેનું સમાપન 30 માર્ચના રોજ થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર ખૂબ જ શુભ યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગમાં માતા દુર્ગાની પૂજા કરવાથી માંની કૃપા રહેશે.

ચૈત્ર નવરાત્રિ પર બનશે બે શુભ સંયોગઃ વિધિપુર્વકની પૂજા અપાવશે મા દુર્ગાની કૃપા hum dekhenge news

ચૈત્ર નવરાત્રિ શુભ સંયોગ

આ વખતે ચૈત્ર નવરાત્રિનું પર્વ ખુબ જ શુભ યોગમાં શરૂ થવાનું છે. ચૈત્ર નવરાત્રિ પર અત્યંત દુર્લભ યોગ બની રહ્યા છે. આ ચૈત્ર નવરાત્રિ શરૂ થતા જ શુક્લ અને બ્રહ્મ યોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે બ્રહ્મ યોગ સવારે 9.18 મિનિટથી શરૂ થઇ જશે, જે 23 માર્ચ સુધી ચાલશે. બીજો શુભ યોગ શુક્લ યોગનું નિર્માણ 21 માર્ચના રોજ સવારે 12.42 વાગ્યે થશે. જે 22 માર્ચ સુધી રહેશે. બ્રહ્મ યોગ બાદ ઇન્દ્ર યોગનું પણ નિર્માણ થવા જઇ રહ્યું છે.

ચૈત્ર નવરાત્રિ શુભ મુહુર્ત

ચૈત્ર નવરાત્રિ બુધવાર, 22 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઘટસ્થાપનાનું મુહૂર્ત 22 માર્ચ સવારે 6.23 વાગ્યાથી લઇને 7.32 સુધી છે. ચૈત્ર નવરાત્રિ આમ તો 21 માર્ચ, 2023ની રાતે 10.52થી શરૂ થઇ રહી છે. તેનું સમાપન 22 માર્ચ, 2023ના રોજ રાતે 8.20 વાગ્યે થશે.

ચૈત્ર નવરાત્રિ પર બનશે બે શુભ સંયોગઃ વિધિપુર્વકની પૂજા અપાવશે મા દુર્ગાની કૃપા  hum dekhenge news

આ રીતે કરજો પૂજા

કળશ સ્થાપનાની વિધિ શરૂ કરતા પહેલા સુર્યોદય પહેલા ઉઠીને સ્નાનાદિ પતાવીને સ્વચ્છ કપડા પહેરો. કળશ સ્થાપના પહેલા એક સ્વચ્છ સ્થાન પર લાલ રંગનુ કપડુ પાથરીને માતાજીની પ્રતિમા સ્થાપિત કરો. સૌથી પહેલા કોઇ વાસણ કે કોઇ સાફ સ્થાન પર માટી નાંખીને તેમાં જવના બીજ નાંખો. ધ્યાન રહે વાસણની વચ્ચે કળશ રાખવાની જગ્યા હોય. હવે કળશને વચ્ચે રાખીને કપડાંથી બાંધી લો. ઉપર સ્વસ્તિક બનાવો. કળશ પર કુમકુમથી તિલક કરો અને તેમાં ગંગાજળ ભરી લો. ત્યારબાદ કળશમાં સાબુત સોપારી, ફુલ અત્તર, પંચ રત્ન, સિક્કા અને પાંચ પ્રકારના પાન નાંખો

ચૈત્ર નવરાત્રિ પર બનશે બે શુભ સંયોગઃ વિધિપુર્વકની પૂજા અપાવશે મા દુર્ગાની કૃપા hum dekhenge news

પાનને એ પ્રકારે નાંખો કે થોડા બહાર દેખાય. ત્યારબાદ તેની પર ઢાંકણ ઢાંકી દો. ઢાંકણને ચોખાથી ભરી લો. ઉપર લાલ રંગના કાપડમાં નારિયેળને લપેટીને રક્ષાસુત્ર બાંધીને રાખી દો. નારિયેળનું મોં આપણી તરફ હોવું જોઇએ. દેવી-દેવતાઓનું આહવાન કરતા કળશની પૂજા કરો. કળશને ચાંદલા કરી, ચોખા , ફુલ માળા, નૈવેધ, ફળ-મીઠાઇ વગેરે અર્પિત કરો. જવમાં રોજ પાણી નાંખો. એકાદ બે દિવસમાં તમને તે ઉગેલા જોવા મળશે.

આ પણ વાંચોઃ અંબાજી : માતાના ભક્તોની આસ્થાનો વિજય, મોહનથાળ અને ચીકી બંન્નેનો પ્રસાદ મળશે

Back to top button