ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

પાલનપુર : અંબાજીમાં હવે વિરોધ પ્રદર્શન કરવું પડી શકે છે ભારે

Text To Speech
  • બનાસકાંઠા ની સરકારી કચેરીઓમાં ધારણા, ઉપવાસ, રેલી ઉપર ફરમાવાયો પ્રતિબંધ
  • જિલ્લા કલેકટરએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે વિવાદ વધી રહ્યો છે. સરકારી કચેરીઓમાં પણ મોહનથાળના પ્રશ્નને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અને આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આવા વિરોધ પ્રદર્શન ભારે પડી શકે છે. કેમ કે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે આવા વિરોધ પ્રદર્શન, રેલી અને ધરણા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ વિસ્તારમાં હવે ધરણા, ઉપવાસ કે રેલી યોજી શકાશે નહીં એટલું જ નહીં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર માઇક કે ડીજે સાઉન્ડનો પણ ઉપયોગ કરી શકાશે નહીં.

જ્યારે સૂત્રોચ્ચાર કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તારીખ 10 માર્ચથી 24 માર્ચ ’23 સુધી અમલમાં રહેશે. જ્યારે જાહેરનામના નો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 135 (૩) અને ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ની કલમ 188 મુજબ કાર્યવાહી થઈ શકે છે. આ જાહેરનામાની નોટિસ અંબાજી મંદિરના સાત નંબરના ગેટ ઉપર પણ લગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો :  અંબાજી મંદિરમાં મોહનથાળ ની પ્રસાદ શરૂ કરાવવા ડીસામાં યોજાઈ મહા આરતી

Back to top button