ગુજરાત

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન

શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક અને સામાજિક કાર્યકર લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાત્રે રાજસ્થાનની SMS હોસ્પિટલમાં નિધન થયું હતું. ડોકટરોના જણાવ્યા મુજબ કાલવી ઘણા સમયથી બીમાર હતા. જૂન 2022માં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, ગઈકાલે રાત્રે તેમને હૃદયરોગનો હુમલો આવતા તેઓને બચાવી શકાયા નહીં.

આ પણ વાંચો : અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં શ્રીફળના પ્રસાદને લઈને વિવાદ

પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ, લોકેન્દ્ર સિંહ કાલવીના અંતિમ સંસ્કાર આજે નાગૌર જિલ્લાના તેમના વતન ગામ કાલવીમાં કરવામાં આવશે. કાલવીના નિધનની માહિતી મળતા રાજપૂત સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મોટી સંખ્યામાં લોકો તેમના વતન પહોંચી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, બીજેપી પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીશ પુનિયા સહિત ઘણા નેતાઓએ કાલવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લોકેન્દ્ર સિંહ કાલવીના અંતિમ સંસ્કાર આજે લગભગ 2.30 વાગ્યે નાગૌર જિલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ કાલવી ગામમાં કરવામાં આવશે.

કરણી સેનાએ ઘણી વખત રાજપૂત સમાજ પર આધારિત ફિલ્મો, સિરિયલોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કાલવીના નેતૃત્વમાં 2008માં ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારીકરની ફિલ્મ જોધા-અકબરના રિલાઝ થવા પર આખા રાજસ્થાનમાં વિરોધ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે એકતા કપૂરની સિરીયલના વિરોધમાં પણ જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલમાં ભારે હોબાળો થયો હતો. 2018માં કરણી સેની દ્વારા પદમાવત ફિલ્મનો પણ વિરોધ કરવામાં આવ્ચો હતો. તેમજ કાલવી એ જણાવ્યું હતુ કે, આ ફિલ્મમ રાજપૂત કુળની ગરીમાં વિરુદ્ધ છે.

કરણી સેના - Humdekhengenews

જાતિ આધારિત અનામતનો પણ વિરોધ કર્યો

લોકેન્દ્ર સિંહ કાલવીએ ભારતમાં જાતિ આધારિત અનામતનો સખત વિરોધ કર્યો હતો. આ સંદર્ભે, વર્ષ 2006માં કાલવીએ શ્રી રાજપૂત કરણી સેનાની સ્થાપના કરી હતી. કાલવીને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના કટ્ટર વિરોધી માનવામાં આવતા હતા. વસુંધરા રાજેના પ્રથમ કાર્યકાળ દરમિયાન, કાલવીએ સરકારની નીતિઓ અને યોજનાઓ વિરુદ્ધ અનેક પ્રદર્શનો કર્યા હતા. તેમજ તેમણે ભારતમાં જાતિ આધારિત અનામત પ્રથાનો વિરોધ કરીને એક નવા વિવાદને પણ જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો : સાચવજો ! રાજ્યમાં H3N2‌ વાયરસથી મોત

લડાયક નેતાની છબી હતી

લોકેન્દ્ર સિંહ કાલવીએ દેવી સિંહ ભાટી સાથે મળીને 2003માં સામાજિક ન્યાય મંચની રચના કરી હતી. સામાજિક ન્યાય મંચ દ્વારા સુવર્ણ અનામતની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ શરૂ કરી હતી. 2003ની વિધાનસભા ચૂંટણીમાં સામાજિક ન્યાય મંચે તેને મુદ્દો બનાવ્યો હતો. 2003ની ચૂંટણીમાં સામાજિક ન્યાય મંચને માત્ર એક જ બેઠક મળી હતી. દેવી સિંહ ભાટી સિવાય કોઈ નેતા જીતી શક્યા ન હતા.

કરણી સેના - Humdekhengenews

કોંગ્રેસ અને બસપામાં પણ રહ્યા, બાદમાં રાજકારણથી દૂર રહ્યા

લોકેન્દ્ર સિંહ કાલવી 2008ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2014માં લોકસભા ચૂંટણી પહેલા તેઓ બસપામાં ગયા હતા. પરંતુ તે ટૂંક સમયમાં જ રાજકારણમાંથી મોહ દૂર થઈ ગયો. લાંબા સમયથી તેઓ રાજનીતિથી દૂર થઈ ગયા હતા, તેઓ સંપૂર્ણપણે સામાજિક કાર્યમાં વ્યસ્ત હતા.

આ પણ વાંચો : ધ્વનિ પ્રદુષણ અંગે હાઈકોર્ટની ટકોર, ફરિયાદને પોલીસ હળવાશથી ન લે !

તેમના પિતા ચંદ્રશેખર સરકારમાં મંત્રી હતા

લોકેન્દ્ર સિંહના પિતા કલ્યાણ સિંહ કાલવી ચંદ્રશેખર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. કલ્યાણ સિંહ કાલવી રાજસ્થાનમાં જનતા દળના રાજનેતા હતા. તેઓ બાડમેરથી 1989માં 9મી વખત લોકસભાના સાંસદ તરીરે ચૂંટાયા હતા. કલ્યાણ સિંહ પૂર્વ ચન્દ્રશેખરના નજીકના લોકોમાં સામેલ હતા. તેમના પિતાના અકાળ મૃત્યુ પછી લોકેન્દ્ર સિંહ કાલવીને ભૂતપૂર્વ વડા પ્રધાનના સમર્થકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેણે અજમેરની મેયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મેયો કોલેજ ભૂતપૂર્વ રાજવીઓ માટે શિક્ષણનું પ્રિય સ્થળ રહ્યું છે.

Back to top button