ગુજરાતટોપ ન્યૂઝ

સાચવજો ! રાજ્યમાં H3N2‌ વાયરસથી મોત

Text To Speech

ગુજરાતમાં હવે કોરોના વાયરસ બાદ H3N2‌ વાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે સ્વાઈન ફ્લૂથી મ્યૂટેટ થયેલા વાયરસથી દેશમાં ત્રીજું જ્યારે ગુજરાતમાં પ્રથમ મોત નોંધાયું છે. વડોદરામાં 58 વર્ષના મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા. તેઓ એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. રાજ્યમાં એસએસજી હોસ્પિટલમાં નવા વાયરસથી પ્રથમ મોત થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. તે સાથે જ હવે ગુજરાતમાં લોકોએ માસ્ક પહેરવાની શરુઆત કરી દેવી જોઈએ.તેમજ સમયાંતરે હાથ ધોતા રહેવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરવા તજજ્ઞો સલાહ આપી રહ્યાં છે.

આ પણ વાંચો : રાજ્યભરમાં આજથી ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

નોંધનીય છે કે, H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી પ્રથમ મોત કર્ણાટકમાં અને બીજું મોત હરિયાણામાં થયું છે. H3N2 ઈંફ્લુએન્ઝાના લક્ષણો પણ કોરોના અને સ્વાઈનફ્લૂને મળતા આવતા હોવાથી તેના ટેસ્ટ ખૂબ જ નહિવત જોવા મળી રહ્યાં છે. જો કે સરકારી હોસ્પિટલોમાં 30 ટકા જેટલી ઓપીડીમાં દર્દીઓની સંખ્યા છેલ્લા એક મહિનામાં વધી ચુક્યા છે.

H3N2‌ વાયરસ - Humdekhengenews

લિકવીડ ફોર્મ કીટ અમદાવાદમાં સૌ પ્રથમ વાર તૈયાર કરાઇ

ICMRના માર્ગદર્શનથી ઈનફ્લુએનઝા A અને B સાથે H3N2 તથા સ્વાઇન ફ્લૂની તપાસ એક જ કિટથી હવે કરી શકાશે. અમદાવાદમાં GCC બાયોટેક લેબ દ્વારા આ કીટનું સંશોધન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં આ કીટ લિકવીડ ફોર્મમાં છે. કોઈપણ લેબ જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરે ત્યાર બાદની પ્રોસેસમાં વપરાતી લિકવીડ ફોર્મ કીટ અમદાવાદમાં સૌ પ્રથમ વાર તૈયાર કરવામાં આવી છે. GCC બાયોટેક લેબનાં કલકત્તા બ્રાન્ચના 11 જેટલા વૈજ્ઞાનિકો દ્વારા આ કીટ તૈયાર કરી છે. અમદાવાદમાં લેબના રિસર્ચ સેન્ટર પરથી મળતી માહિતી મુજબ. અત્યારે લેબમાં 3500 રુપિયાનો જે ખર્ચ કરવામાં આવે છે, તે નહીવત થઈ શકે છે. લોકો માટે જો સરકાર આ ટેસ્ટકીટને ખરીદી લે તો સરકારના આરોગ્ય કેન્દ્ર પર આ કીટથી વાયરસ અંગે જાણ જલદી થઈ શકશે.

Back to top button