પાલનપુર : ડીસા ભડથ રોડ પર ડમ્પરે બાઈક ને ટક્કર મારતા બેને ઇજા
- બેફામ ચાલતા ડમ્પર ચાલક સામે લોકોમાં રોષ
પાલનપુર : ડીસા થી ભડથ જતા રોડ પર ડમ્પર ચાલકે બાઈક સવાર બે લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બાઇક ચાલક શિક્ષક અને વૃદ્ધ સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે અકસ્માતને પગલે બેફામ ચાલી રહેલા ડમ્પર ચાલક સામે લોકોમાં રોષ ફેલાયો હતો.
ડીસા થી ભડથ જતા માર્ગ પર ડમ્પર ચાલકે બાઈક સવાર બે લોકોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષક જોઈતાભાઈ પટેલ પોતાનું બાઈક લઈને ડીસા થી ભડથ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સ્થાનિક પરિચિત દિપાજી માળી મળી જતા તેમને પણ બાઈક પાછળ બેસાડી ગેનાજી ગોળીયાના પાટીયા પાસે ઉતારવા માટે બાઈક થોભાવ્યું હતું અને તે સમયે જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે બાઈક સવાર બંને લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં શિક્ષક અને વૃદ્ધ બંનેને ગંભીર પહોંચી હતી. ઘટનાની પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માત અંગે ઇજાગ્રસ્તના પુત્ર અશોક સોલંકીએ જણાવ્યું હતું કે આ રોડ પર પુરપાટ ઝડપે ડમ્પરો ચાલતા હોય છે અને તેના કારણે રોડની સાઈડમાં ઉભેલા બંને બાઈક સવાર લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે બેફામ રીતે ડમ્પર ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો : પાલનપુર: ડીસા જલારામ આરોગ્ય ધામમાં યોજાયો નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ, 300 લોકોએ માલિશના ફાયદા જાણ્યા