ધન સાથે જોડાયેલી છે ઘરની આ દિશાઃ ના કરશો આવી ભૂલો
ઘરને વાસ્તુ અનુસાર બનાવવાથી ઘરમાં હંમેશા પોઝીટીવ એનર્જી ટકેલી રહે છે. ઘરની દરેક દિશાનું નિર્માણ વાસ્તુ અનુસાર થયેલું હોય તો ઘરમાં સકારાત્મકતા આવે છે. ઘરમાં પોઝિટીવ એનર્જી માટે ઘરમાં સુર્યની પ્રાકૃતિક રોશની આવવી જોઇએ. જો ઘરના મુખ્ય દરવાજા પાસે ટોઇલેટ થે તો સમજો કે તમારે દેવુ થશે, લોન લેવી પડશે કે ઉધાર માંગવા પડશે. તેનાથી તમારી સુખ સમૃદ્ધિ જાય છે. તેથી ઘરની દક્ષિણ-પુર્વ અને ઉત્તર-પુર્વ દિશનામાં ટોઇલેટ ન હોવું જોઇએ.
સુખ-સમૃદ્ધિ માટે ખાસ છે આ દિશા
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર અને ઉત્તર પુર્વની દિશા ધન અને સુખ સમૃદ્ધિ માટે ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિશામાં કોઇ બ્લોક હોવાથી ધનનો પ્રવાહ તમારા ઘરમાં આવવાનો બંધ થઇ જાય છે. જો આ બ્લોકને હટાવી દેવામાં આવે તો તમારા ઘરમાં ધનનો ફ્લો શરૂ થાય છે અને ન હટાવાય તો તમને ઘનની હાનિ થઇ શકે છે.
હંમેશા સ્વચ્છ રાખવી જોઇએ આ દિશા
વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પુર્વ દિશા હંમેશા સાફ સુથરી રાખવી જોઇએ. આ દિશામાં જુતાનું કબાટ, કોઇ શુ રેક કે પછી કોઇ ફર્નિચર, કોઇ વજનદાર વસ્તુ ન રાખવી જોઇએ. આ દિશાને સાફ સુથરી અને સુગંધિત રાખવી જોઇએ. જે કારણે તમારા ઘરમાં ધનનું આગમન થાય. આ બાથરૂમનો નળ તુટેલો ન હોવો જોઇએ. જો તમારા ઘરમાં નળની પાઇપ લીક હોય તો ધનની હાનિ થઇ શકે છે.
આ પણ વાંચોઃ અંબાજી મંદિરમાં મોહનથાળ ની પ્રસાદ શરૂ કરાવવા ડીસામાં યોજાઈ મહા આરતી