અંબાજી મંદિરમાં મોહનથાળ ની પ્રસાદ શરૂ કરાવવા ડીસામાં યોજાઈ મહા આરતી
પાલનપુર: અંબાજી મંદિરમાં મોહનથાળ ની પ્રસાદી મામલે ડીસામાં ગંગેશ્વર મહાદેવના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી અને મોહનથાળ ની પ્રસાદનું આયોજન કરાયુ હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી મોહનથાળની પ્રસાદી ફરી ચાલુ કરવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી તેમજ વર્ષોની પરંપરા જાળવી રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઉગ્ર માંગ કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી અને મોહનથાળ ની પ્રસાદનું કરાયું હતું આયોજન
અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવા માટે હવે જન આંદોલન તેજ બની રહ્યું છે અને ઠેર ઠેર વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને લોકો દ્વારા મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવા માટેની માંગ તેજ બની છે ત્યારે ડીસામાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગંગેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી અને મોહનથાળ ની પ્રસાદી નું આયોજન કરાયું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સરકારને સદબુદ્ધિ આવે અને ફરી મોહનથાળની પ્રસાદી ચાલુ કરે તે માટે ગંગેશ્વર મહાદેવ ને પ્રાર્થના કરી હતી. સાથે જ વર્ષોથી ચાલી આવતી પરંપરા જળવાઈ રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સરકાર સામે ઉગ્ર માંગણી કરાઈ છે. ઉપસ્થિત ભક્તજનોએ મહાઆરતી બાદ સમૂહ માં મોહનથાળ ની પ્રસાદી નો લાભ લીધો હતો.
આ અંગે પ્રવીણભાઈ પંચાલે જણાવ્યું હતું કે આજે ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે મહા આરતી અને મોહનથાળ ની પ્રસાદી નું આયોજન કરાયું હતું અને ભગવાન ને પણ પ્રાર્થના કરી સરકાર અંબાજી મંદિરમાં પણ મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરે તેવી માંગ કરી છે .
આ પણ વાંચો :પાલનપુર: ડીસા જલારામ આરોગ્ય ધામમાં યોજાયો નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ, 300 લોકોએ માલિશના ફાયદા જાણ્યા