ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

બોર્ડની એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ ફોલો કરે આ ડાયેટ ટિપ્સઃ ચોક્કસ થશે લાભ

14 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. 10માં અને 12માં ધોરણની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સ પણ સ્ટ્રેસમાં હશે. સારા માર્ક્સ માટે ખાલી દિવસ રાતનો અભ્યાસ જ જરૂરી નથી. આ સાથે અન્ય કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવુ પડે છે. બાળકો જો માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હશે તો જ તેઓ સારી રીતે અભ્યાસ કરી શકશે.

બોર્ડની એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ ફોલો કરે આ ડાયેટ ટિપ્સઃ ચોક્કસ થશે લાભ hum dekhenge news

જ્યાં સુધી બાળકોની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ સારી નહીં હોય ત્યાં સુધી તેઓ કોઇ પણ ફીલ્ડમાં સારુ પર્ફોમન્સ નહીં આપી શકે. બોર્ડ એક્ઝામ દરમિયાન માતા પિતાએ બાળકોના ડાયેટ પર ધ્યાન આપવું જોઇએ. એક સારા ડાયેટ પ્લાનથી બાળકો સ્વસ્થ રહે છે. શરીર બિમારીઓથી દુર રહે છે. બાળકોમાં પોઝિટીવીટી આવે છે. હાલમાં ગરમી પણ શરૂ થઇ ગઇ છે. તેથી પરીક્ષા આપવા જતા બાળકોએ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે.

  • બોર્ડ એક્ઝામની તૈયારી બાળકો કલાકો સુધી કરતા હોય છે, તેથી જરૂરી છે કે થોડા થોડા સમયે કંઇક ખાવું. તેનાથી બાળકોને એનર્જી મળે છે. બાળકોને સમયાંતરે ફ્રુટ કે લીંબુ શરબત આપવુ. એક સાથે જમવાથી પેટમાં પ્રોબલેમ થઇ શકે છે.
  • સારી હેલ્થ માટે બ્રેકફાસ્ટને સ્કીપ ન કરતા. બ્રેકફાસ્ટમાં કોઇ લાઇટ વસ્તુ ખાઇ શકાય છે. જેમકે દુધનો ગ્લાસ સાથે પૌઆ, ઉપમા કે ઇડલી. તમે નાસ્તામાં નટ્સ પણ લઇ શકો છો.

બોર્ડની એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ ફોલો કરે આ ડાયેટ ટિપ્સઃ ચોક્કસ થશે લાભ hum dekhenge news

  • ક્યારેય પણ પેટ ભરીને નાસ્તો કરીને કે પેટ ભરીને જમીને એક્ઝામ આપવા ન જવું જોઇએ. એકસાથે ઘણુ બધુ ન ખાઇ લો. તેના કારણે શરીરમાં આળસ આવી શકે છે. ઉંઘવાનું પણ મન થઇ શકે છે.
  • પરીક્ષા દરમિયાન એ બાબતોનું ધ્યાન રાખો કે હેવી ડાયેટ ન લો તેના બદલે લિકવીડનું સેવન વધુ કરો. એમ પણ ગરમીની સીઝન શરૂ થઇ રહી છે તો બોડીને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે તમે લીંબુ શરબત, નારિયેળ પાણી, સુપ, જ્યુસ, છાસ પી શકો છો. લસ્સીનો એકાદ ગ્લાસ દિવસ દરમિયાન પી શકાય.
  • ઓઇલી અને મસાલેદાર ખોરાક ખાવાથી બચો. પિત્ઝા, પાસ્તા, બ્રેડ, કેક જેવા કોઇ પણ હેવી પદાર્થોનો એક્ઝામ દરમિયાન ત્યાગ કરો.
  • એક્ઝામમાં પોષકતત્વોથી ભરપુર આહાર લો. ખાસ કરીને શાકભાજી કે સુપ જેવો આહાર ખોરાકમાં સામેલ કરવાથી એનર્જી બુસ્ટ થશે અને મન પણ ફ્રેશ થશે.
  • કલાકો બેસીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો ત્યારે અને પરીક્ષા આપવા જઇ રહ્યા હો ત્યારે પાણીની બોટલ સાથે જ રાખજો અને અડધા અડધા કલાકે પાણી પીતા રહેજો. તમે રિફ્રેશ ફીલ કરશો. પાણી આપણા શરીરના કેમિકલ રિએક્શનને તેજ કરે છે. તેનાથી આપણું મગજ ઝડપથી કામ કરવા લાગે છે. સાથે સાથે આપણો થાક દુર થાય છે.

બોર્ડની એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓ ફોલો કરે આ ડાયેટ ટિપ્સઃ ચોક્કસ થશે લાભ hum dekhenge news

  • બાળકોને સ્નેક્સમાં નટ્સ, સ્પ્રાઉટ્સ, દહીં, મખાના, સ્મુધી કે સિંગ ચણા જેવી વસ્તુઓ આપી શકાય છે. સ્નેક્સ બાળકોમાં પોષકતત્વોની કમીને પુરી કરે છે. અભ્યાસ દરમિયાન જંક ફુડ ન ખાવ
  • પુરતી ઉંઘ પણ જરૂરી છે, પુરતી ઉંઘ લેવાનો પ્રયાસ કરો. શક્ય હોય તો રાતે જાગીને ન વાંચો, તેના બદલે સવારે વહેલા ઉઠો. જોકે વ્યક્તિએ વ્યક્તિએ વાંચનની રીતમાં ફર્ક હોય છે તેથી તે જે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે.
  • જો તમે ચા કોફીનું સેવન કરતા હો તો પરીક્ષા દરમિયાન ચાના બદલે કોફી અથવા ગ્રીન ટી પી શકો છો. તેનાથી તમારું મગજ વધુ એક્ટિવ રહેશે.

આ પણ વાંચોઃ એંગ્ઝાઇટીથી પીડાતા માતા -પિતા બાળકોને આપે છે એક્ઝામ પ્રેશરઃ તમે ન કરશો આ ભુલો

Back to top button