મહારાષ્ટ્રમાં ફરી કોરોનાનું સંકટ ! જાણો-એક જ દિવસમાં કેટલા નોંધાયા કેસ?
મહારાષ્ટ્રમાં કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો, ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ચાર મહિના પછી એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 2,701 કેસ નોંધાયા છે. રાજધાની મુંબઈમાં જ 1765 નવા કેસ નોંધાયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 9806 છે. અગાઉ મંગળવારે કોરોના વાયરસના 1,881 નવા કેસ નોંધાયા હતા.
આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 2,701 કેસ નોંધાયા છે, જે મંગળવારના કેસ કરતાં 820 વધુ છે. રિપોર્ટમાં, 1,765 કોરોના સંક્રમિત દર્દીઓ મુંબઈના છે, જે મંગળવારના કેસ કરતાં 81 ટકા વધુ છે. આ સાથે જો મુંબઈમાં સોમવારે આવેલા કોરોનાના કેસની વાત કરીએ તો તે દિવસે 1036 કેસ નોંધાયા હતા. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 1881 નવા કેસ નોંધાયા હતા. સોમવારે કોરોનાના 1036 કેસ નોંધાયા હતા. મંગળવારે માત્ર મુંબઈમાં જ કોરોનાના 1242 નવા કેસ નોંધાયા હતા, જે સોમવારે 676 હતા.
મહારાષ્ટ્ર સરકાર કોરોનાના સંક્રમણને લઈ ખૂબ જ સતર્ક છે. કોરોનાની મહામારી સામે લડવા માટે મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર મહારાષ્ટ્રમાં હાલમાં ટેસ્ટ પોઝિટીવીટી રેટ 9.74 ટકા છે. તેનો અર્થ એ છે કે કોરોના માટે પરીક્ષણ કરાયેલા દર 100 લોકોમાંથી લગભગ 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવી રહ્યા છે.