બિઝનેસ

સિલિકોન વેલી બેંકની બરબાદીથી વૈશ્વિક મંદીના સંકેત, જાણો શેરબજાર પર શું અસર પહોચશે

સિલિકોન વેલી બેંકની બરબાદીની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે ત્યારે શેરબજારમાં રોકાણકરો આ બાબતે ચિંતિત જોવા મળી રહ્યા છે. સ્થાનિક ઇક્વિટી રોકાણકારો આ અઠવાડિયે વૈશ્વિક ઘટનાઓ પર ચાંપતી નજર રાખશે. બજારના નિષ્ણાતોના મતે ખાસ કરીને US સ્થિત સિલિકોન વેલી બેંકની નિષ્ફળતા, ફુગાવાના વલણ અને વિદેશી રોકાણકારોના વલણની બજાર પર અસર થશે. મુખ્ય શેર સેન્સેક્સમાં ગત અઠવાડિયે એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે રોકાણકારો ફેબ્રુઆરીના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાના ડેટાની રાહ જોશે, જે સોમવારે રિલીઝ થશે.

આ પણ વાંચો : શું એલન મસ્ક અમેરિકાની સિલિકોન વેલી બેંક પણ ખરીદશે? જાણો શું કહ્યું

નિષ્ણાતોએ આવું કહ્યું

આ બાબતે નિષ્ણાંતોની વાત કરીએ તો સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે ભારતીય ઇક્વિટી માર્કેટની નબળાઇ પાછળ વૈશ્વિક સ્તરે ખરાબ સંકેતોનો મોટો ફાળો હતો અને તેની અસર આગામી સપ્તાહમાં પણ ચાલુ રહેશે. સિલિકોન વેલી બેંકની નિષ્ફળતા, જે ટેક્નોલોજી સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવા માટેનું મુખ્ય સ્ત્રોત છે, તેણે વૈશ્વિક નાણાકીય સિસ્ટમની તાકાતને લઈને ચિંતા ઊભી કરી છે.

આ પણ વાંચો : સિલિકોન વેલી બેંકના મામલે ભારતમાં સંજય લીલા ભણસાલી વચ્ચે નીકળ્યું કનેક્શન

આ અંગે જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે US ફેડરલ રિઝર્વના પ્રમુખની ટિપ્પણી પછી વૈશ્વિક બજાર ફરી અનિશ્ચિતતામાં આવી ગયું છે. જેઓએ વ્યાજદરમાં લાંબા સમય સુધી અને ઝડપી વધારાની શક્યતા સંકેત દીધા હતા.

શેરબજારમાં મંદી

શેરબજારમાં ખરાબ વૈશ્વિક સંકેતો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાણ વચ્ચે શુક્રવારે 30 શેરો ધરાવતો સેન્સેક્સ 671.15 પોઈન્ટ અથવા 1.12 ટકા ઘટીને 59,135.13 પર બંધ થયો હતો. સેન્સેક્સ 10મી માર્ચે પૂરા થયેલ અઠવાડિયાના અંત સુધીમાં સેન્સેક્સ કુલ 1.12 ટકા અથવા 673.84 પોઈન્ટ ઘટ્યો હતો.

આ પણ વાંચો : અદાણી હિંડનબર્ગ કેસ: કેન્દ્રએ SCને કહ્યું- શેરબજારની સારી કામગીરી માટે સમિતિની રચના કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ…

દેશની દસ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી આઠના સંયુક્ત મૂલ્યાંકનમાં ગત અઠવાડિયે રૂ. 1,03,732.39 કરોડનો ઘટાડો થયો હતો, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેન્કને સૌથી વધુ નુકસાન થયું હતું. ભારતી એરટેલ અને ITCને બાદ કરતાં બાકીની આઠ કંપનીઓની બજાર સ્થિતિ ઘટી હતી. ટોચની 10 કંપનીઓમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ખોટમાં છે. તેનું માર્કેટ વેલ્યુએશન રૂ. 41,878.37 કરોડ ઘટીને રૂ. 15,71,724.26 કરોડ થયું છે. જયારે ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 18,134.73 કરોડ ઘટીને રૂ. 5,88,379.98 કરોડ થયું હતું.

Back to top button