Oscars 2023 : રેડ કાર્પેટ પર દીપિકાએ મચાવી ધૂમ, બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં આપ્યા સુંદર પોઝ
આ સમયે મનોરંજનની દુનિયામાં હલચલ મચી છે આજે 95મો એકેડેમી એવોર્ડ છે. ઓસ્કાર 2023 એવોર્ડ શોનો શરુ થઈ ગયો છે. અને વિજેતાઓના નામ બહાર આવી રહ્યા છે. જેમાં ભારતે બે એવોર્ડ જીત્યા છે. આ દરમિયાન દીપિકા પાદુકોણની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ભારતમાંથી પહેલીવાર ઓસ્કરમાં ભાગ લઈ રહેલી દીપિકાએ પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે. તેનો સ્ટાઈલિશ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
દીપિકા પાદુકોણે શેર કરી તસવીરો
અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના ઓસ્કાર લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેને બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો છે. અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટા શેર કરવાની સાથે અભિનેત્રીએ #Oscars95 ને ટેગ પણ કર્યું છે.
દીપિકા પાદુકોણ મનમોહક અંદાજમાં જોવા મળી
ઓસ્કાર એવોર્ડને લઈને સવારથી જ લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ સમારોહમાં સૌથી પહેલા RRR ફેમ રામચરણ અને તેની પત્ની પહોંચ્યા હતા. તે જ સમયે, બ્લેક ગાઉનમાં દીપિકા પાદુકોણ પણ મનમોહક અંદાજમાં જોવા મળી હતી.
દીપિકા પાદુકોણની લોકપ્રિયતા
બોલીવુડનીઆ અભિનેત્રીની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. દીપિકા પાદુકોણના અનેક ચાહકો છે.સોશિયલ મીડિયા પર પણ તેના ખૂબ વધારે ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 72.6 મિલિયન ફોલોઅર્સ છે. તેના ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.
આ પણ વાંચો : ગોવાના જંગલમાં સતત 8માં દિવસે પણ આગ કાબુમાં નહી, એરફોર્સના હેલિકોપ્ટર પ્રયત્નોમાં લાગ્યા