પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમ બચત સાથે ટેક્સ બચાવવા માટે પણ ઉપયોગી
જો તમે ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ છે, પરંતુ આ નાની બચત યોજના (પોસ્ટ ઓફિસ સ્કીમ)માં માત્ર પૈસાની બચત જ નથી થતી પરંતુ તમને ટેક્સનો લાભ પણ મળે છે. જો તમે સુરક્ષિત રોકાણ કરવા માંગતા હોય તો આ પોસ્ટ ઓફિસની સ્કીમ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. આજે અમે તમને પોસ્ટ ઑફિસના ટાઇમ ડિપોઝિટ (POTD) સ્કીમ વિશે માહિતી આપીશું, જે હાલમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ કરતાં વધુ સારુ વળતર આપી રહી છે. આ સાથે ટેક્સ બચાવવામાં પણ લાભ થશે.ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ.
આ પણ વાંચો :PPFમાં રોકાણનું ગણિત સમજો, બચતની સાથે તમને ટેક્સમાં છૂટ મળે ત્યાં સુધી ઘણા ફાયદા
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (POTD)
તમને જણાવી દઈએ કે, પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટનો વ્યાજ દર (પોસ્ટ ઑફિસ ટીડી ઈન્ટરેસ્ટ રેટ) ફિક્સ્ડ ડિપોઝિટના અમુક સમયગાળાની સરખામણીમાં સારું વળતર આપે છે. તમે તેમાં ટર્મ ડિપોઝિટ કરી શકો છો. એટલે કે, તમે તેમાં 1 વર્ષ, 2 વર્ષ, ૩ વર્ષ અને 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. તમે આ યોજનામાં 10 વર્ષ કે તેથી વધુ વયના બાળક માટે ખાતું ખોલાવી શકો છો.
કેટલી ટેક્સ છૂટ મળશે
POTDમાં તમને વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આમાં તમે માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. વાર્ષિક વ્યાજ ખાતાધારકના ખાતામાં જમા થાય છે. આ સ્કીમમાં 5 વર્ષ TD માટે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ 1.5 લાખ સુધીના ટેક્સનો લાભ થાય છે.
આ પણ વાંચો : રિટાયરમેન્ટ બનાવવુ છે ‘ટેન્શન ફ્રી’? તો આ ઉંમરથી આટલી બચત શરૂ કરો
POTD પર વ્યાજ દરો શું છે
વ્યાજ દર ખૂબ જ મહત્વનો હોય છે. અહી આ સ્કીમમાં રોકાણ કરવા માટે 1 વર્ષ માટે 5.5 ટકા વ્યાજ મળે છે. જ્યારે 2 અને ૩ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ માટે વ્યાજ દર 5.7 ટકા અને 5.8 ટકા છે.
સમય પહેલા બંધ થવા પર આવું થશે
જો તમે સમય પહેલા ખાતું બંધ કરવા માંગો છો, તો આ માટે તમે સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે અરજી સબમિટ કરીને ખાતું બંધ કરી શકો છો. તમે ખાતું ખોલવાની તારીખથી 6 મહિના પહેલા ખાતું બંધ કરી શકતા નથી.