નેશનલ

દિલ્હી AIIMSના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2050 સુધીમાં આ કારણથી બાળકો સેનામાં નહીં જોડાઈ શકે

દિલ્હી AIIMS દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં દિલ્હી AIIMSના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મુજબ, કોરોના (કોવિડ) સમયગાળા પછી, બાળકોની નજીકની દ્રષ્ટિ નબળી પડી ગઈ છે, એટલે કે, માયોપિયાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. AIIMSને પોતાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ઓનલાઈન ક્લાસ, સ્માર્ટ ફોનનો વધુ પડતો ઉપયોગ અને કોમ્પ્યુટર પર ગેમ રમવાના કારણે બાળકોની આંખો પર ખરાબ અસર થઈ છે.

દિલ્હી AIIMSના અભ્યાસ મુજબ, કોરોના સમયગાળા પહેલા, જ્યારે આંખોને લગતા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે શહેરી વસ્તીના 5 થી 7 ટકા બાળકોમાં માયોપિયા જોવા મળતું હતું. જોકે, કોરોના પછી કરવામાં આવેલા અભ્યાસમાં આ આંકડો વધીને 11 થી 15 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઘરે-ઘરે શરદી-ઉધરસના વધતા કેસો, સાવચેત રહેવા ડૉક્ટરની સલાહ

2050 સુધીમાં 50 ટકા બાળકો અનફિટ

AIIMS રાજેન્દ્ર પ્રસાદ આંખની હોસ્પિટલના ચીફ પ્રોફેસર, પ્રોફેસર જીવન એસ ટીટીયાલે જણાવ્યું હતું કે જો બાળકો આવી રીતે જ સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર, ઓનલાઈન ગેમ્સ, ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ કરતા રહેશે તો વર્ષ 2050 સુધીમાં દેશના 50 ટકા બાળકો નજીકની દ્રષ્ટિ ખામી એટલે કે માયોપિયાનો શિકાર બનશે. એવામાં બાળકોની આંખોને સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : Covid-19 is Back ?: દેશના વિવિધ રાજ્યોએ માસ્ક અંગે અને ટેસ્ટિંગ માટે શું લીધા નિર્ણય ?

આંખોને આવી રીતે સુરક્ષિત રાખશો

આ માટે ડો.જીવન એસ. ટીટીયાલે જણાવ્યું હતું કે, બાળકોની દ્રષ્ટિ નબળી ન પડે તે માટે શાળાઓમાં તાલીમ અને સૂચનાનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ. બાળકોને ડિજિટલ સ્ક્રીનથી દૂર રાખવા પડશે. ખૂબ જ જરૂરી હોય તો બાળકોને દિવસમાં 2 કલાકથી વધુ સમય માટે સ્ક્રીનનો ઉપયોગ કરવા દેવો નહિ અને સાથે વિરામ પણ લેતા રહેવું. જો કોઈ બાળકની દ્રષ્ટિ નબળી પડી રહી હોય તો તેને ચશ્મા પહેરાવવા જોઈએ. વર્ષમાં ઓછામાં ઓછી એકવાર તમારી આંખોની તપાસ કરાવો.

આ પણ વાંચો : તાવ-ઉધરસના વધતા કેસ બાબતે એઈમ્સના ડોકટરે આવું કહ્યું

આવી રીતે માયોપિયાથી બચી શકાય

જીવનના કોઈને કોઈ તબક્કે લગભગ એકવાર આંખોને લગતી સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે, પરંતુ હાલના સમયમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. જો આંખોની આ સમસ્યાઓ ઉંમર પ્રમાણે હોય તો ઠીક છે, પરંતુ ઘણીવાર નાની ઉંમરમાં જ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં આંખની સમસ્યાઓના કેસોમાં ઝડપથી વધારો થયો છે. જો આપણે આપણી આસપાસ નજર કરીએ તો આપણને એવા ઘણા બાળકો જોવા મળશે જેમની ઉંમર ઘણી નાની છે પરંતુ તેમને ચશ્મા વિના જોવામાં ઘણી તકલીફ પડે છે.

આ પણ વાંચો : સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કર્યો, જાણો હવે આર્મીમાં નોકરી કેવી રીતે મેળવવી?

આ કારણથી વધી સમસ્યા

આંખને લગતી સમસ્યાઓ લગભગ તમામ ઉંમરમાં એક અથવા બીજા તબક્કે જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તે ઝડપથી વધી રહી છે. આજે ડિજિટલ યુગના કારણે ડિજિટલ સ્ક્રિનનો ઉપયાગ વધ્યો છે . ડિજિટલ સ્ક્રીનના વધુ ઉપયોગના કારણે આ સમસ્યાઓ બાળકોમાં વધુ આવે છે, તેથી બાળકોની આંખો સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે. ડિજિટલ સ્ક્રિનનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખી બાળકોની આંખોને સુરક્ષિત રાખવી પડશે

Back to top button