ઑસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પરના હુમલા મુદ્દે PM અલ્બાનીસે આપ્યું આશ્વાસન, જાણો શું કહ્યું
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હૈદરાબાદ હાઉસમાં ભારતના PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. આ દરમિયાન બંને દેશોના વડાઓએ અનેક મુદ્દાઓ પર પરસ્પર સંમતિ વ્યક્ત કરી છે. બેઠક દરમિયાન PM મોદીએ ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના સતત અહેવાલો આવી રહ્યા છે. જેના કારણે ભારતીયોમાં તેની ચિંતા વધી ગઈ છે. આ મુદ્દે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસ ભારતને આશ્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી અને એન્થોની અલ્બેનિસની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળી અનોખી દોસ્તી,જુઓ ફોટો
ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર હુમલા વિરુદ્ધ કાર્યવાહી કરાશે
ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર વધી રહેલા હુમલાને લઈને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિસે આશ્વાસન આપ્યું છે કે અમે આવી ઘટનાઓને રોકવા માટે કડક કાર્યવાહી કરીશું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં આવી ઘટનાઓને કોઈ સ્થાન નથી. આ મુદ્દે અમારી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરી કરવાહી કરીશું. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓને અંજામ આપનારા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતમાં રમી હોળી, પરંપરાગત ડાન્સનો પણ આનંદ માણ્યો, જુઓ તસવીરો
PM મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉના દિવસે PM મોદીએ ઓસ્ટ્રેલિયાના PM સાથે હિન્દુ મંદિરો પર થયેલા હુમલા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. PM મોદીએ મીડિયાને સંબોધતા કહ્યું કે અફસોસની વાત છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાઓની ઘટનાના અહેવાલો સામે આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આવા સમાચાર ભારતમાં દરેકને ચિંતિત કરે, આપણા મનને ઠેસ પહોચાડે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં આ પહેલા પણ હિન્દુ મંદિરો પર ઘણા હુમલા થયા છે. જેમાં અનેક વખત લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો : ચીનના સમર્થક, ‘ભગવાધારી’ એન્થોની અલ્બેનીઝ બનશે ઓસ્ટ્રેલિયાના નવા પીએમ, મોદીના મિત્ર ક્વાડને હરાવ્યા?
અગાઉ પણ મંદિરો પર હુમલા થયા હતા
તમને જણાવી દઈએ કે 3 માર્ચે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવાનું કહેવાય છે. આ પહેલા જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના કેરમ ડાઉન્સમાં શ્રી શિવ વિષ્ણુ મંદિર પર હુમલો થયો હતો.