બિઝનેસ

અદાણી કેસ વચ્ચે LIC ચેરમેન બદલાયા, જાણો કોણ છે નવા કાર્યકારી ચેરમેન

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. અદાણી ગ્રૂપની કંપનીઓમાં સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના જંગી રોકાણ માટે પણ સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. અદાણી ગ્રૂપની કંપનીઓમાં LICના જંગી રોકાણ અને તેના પર પ્રવર્તી રહેલી કટોકટી વચ્ચે સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના ચેરમેન બદલ્યા છે. સરકારે વર્તમાન ચેરમેન એમ.આર. કુમારનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો : LICને એક જ મહિનામાં ડબલ ઝટકો, અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં રોકાણ ભારે પડ્યું, આટલા ટકા શેર ધોવાયા

અદાણી ગ્રુપના કેસથી સરકાર સાથે જોડાયેલ સંસ્થાઓને ઘણું નુકસાન થયું છે. એવામાં LICના શેરને પણ નુકસાન થયું છે જેને લઈને સરકારે LICના ચેરમન બદલાવાની ફરજ પડી છે. સરકારે LICના કાર્યકારી ચેરમેન તરીકે સિદ્ધાર્થ મોહંતીની નિમણૂક કરી છે. તેમને 14 માર્ચથી જ કાર્યભાર સંભાળવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં તેમની આ પદ પર 3 મહિના માટે નિમણૂક કરવામાં આવી છે.

કોણ છે સિદ્ધાર્થ મોહંતી ?

સિદ્ધાર્થ મોહંતી હાલમાં LIC હાઉસિંગ ફાઇનાન્સના MD અને CEO છે. મોહંતીને 1 ફેબ્રુઆરી 2021ના રોજ LICના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ટી.સી. સુશીલ કુમારનું સ્થાન લીધું. સિદ્ધાર્થ મોહંતીને તેમની નિવૃત્તિ એટલે કે 30 જૂન 2023 સુધી LICના MD તરીકે ચાલુ રાખવા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. હવે તેમને વીમા કંપનીના કાર્યકારી ચેરમેન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અદાણીની કંપનીઓમાં વધુ રોકાણ નહીં કરે વીમા કંપની, LIC ચેરમેનનું મોટું નિવેદન

LICએ શેરબજારને જાણ કરી કે નાણા મંત્રાલયની નાણાકીય સેવાઓ વિભાગે સિદ્ધાર્થ મોહંતીને કંપનીના કાર્યકારી ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. LICમાં તેમની મેનેજિંગ ડિરેક્ટરની ફરજ સાથે જ ચેરમેનનો અલગથી ચાર્જ રહેશે. તેઓ 14 માર્ચ 2021થી કાર્યકારી તરીકે કામ કરવાનું શરૂ કરશે. મોહંતીની 3 મહિના માટે અથવા નવા ચેરમેનની નિમણૂક ન થાય ત્યાં સુધી ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે. હાલમાં, સિદ્ધાર્થ મોહંતી સિવાય, વિષ્ણુ ચરણ પટનાયક, ઇપે મિની અને રાજ કુમાર LICના મેનેજિંગ ડિરેક્ટર છે.

અદાણી કેસથી LICને નુકસાન

LICના ચેરમેન પદ પર નવી નિમણૂક એવા સમયે થવા જઈ રહી છે જ્યારે કંપની અદાણી ગ્રુપમાં તેના રોકાણને લઈને ચારેબાજુ ટીકાઓથી ઘેરાયેલી છે. સાથે જ સરકારને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ પર થયેલા નુકસાનને કારણે શેરબજારમાં LICના શેરના ભાવમાં ઘણી અસ્થિરતા જોવા મળી છે. LIC એ અદાણી ગ્રુપની કંપનીઓમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે.

Back to top button