ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ખાલિસ્તાની આતંકીઓની ગુજરાતીઓને ધમકીનો મામલો, મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ

Text To Speech

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં ખાલિસ્તાનીઓની ધમકી મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર યુનિટને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશમાથી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીઓ સીમબોક્સનોઉપયોગ કરીને ધમકી આપી હતી. સતના અને રીવામાંથી ગેરકાયદેસર એકેસચેન્જ ઝડપાયા છે.

મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરાઈ

અમદાવાદના મોટેરાના નમો સ્ટેડિયમમાં 9 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજર રહ્યા હતા. ત્યારે આ મેચ આ દરમિયાન કેટલાક લોકોને ધમકી ભર્યો મેસેજ આપવામાં આવ્યો હતો. ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના પ્રીરેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રીરેકોર્ડેડ મેસેજ ટ્રેસ કર્યો હતો જેનાથી આ ખાલિસ્તાનીઓનું ષડયંત્ર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખાલિસ્તાનવાદી ગુરપરવંતસિંહ પન્નુએ આ ધમકી વાયરલ કરી હોવાનું ખૂલ્યું હતુ ત્યારે આ અંગે આજે ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. આજે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ-humdekhengenews

 

સીમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપી હતી ધમકી

ખાલિસ્તાન તરફી જૂથ દ્વારા ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચે ટેસ્ટ મેચમાં વિક્ષેપ પાડવાની ધમકીઓનો મામલે ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ યુનિટને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેઓ સીમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેચ પહેલા ગુજરાતીઓને મોબાઈલ પર ધમકીઓ આપી હતી. લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને પંજાબના અલગ-અલગ સ્થળોએથી લોકેશન મળી રહ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના સતના અને રીવામાંથી ગેરકાયદેસર એક્સચેન્જ થયેલા ઝડપાયા છે.

આ પણ વાંચો : H3N2 વાયરસને કારણે કોરોના જેવી સ્થિતિ થશે? એક્સપર્ટે કહ્યું- કેટલું ઘાતક ?

Back to top button