ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લાલુ યાદવની દીકરી અને નજીકના લોકોના ઘરે EDના દરોડા, 1 કરોડ રોકડ અને 540 ગ્રામ સોનું મળ્યું

જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે મની લોન્ડરીંગને લઈ EDએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રીઓ અને નજીકના સહયોગીઓના ઘર પર દરોડા પાડ્યા હતા.

ED raids
ED raids

EDએ કહ્યું કે દરોડા દરમિયાન 1 કરોડ રૂપિયા રોકડા, 1900 અમેરિકી ડોલર, લગભગ 540 ગ્રામ સોનું, અંદાજે 1 કરોડ 25 લાખ રૂપિયાની કિંમતના 1.5 કિલો સોનાના દાગીના અને કેટલાક ગુનાહિત દસ્તાવેજો મળ્યા છે.

EDએ શું કહ્યું?

ED અનુસાર, કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ 600 કરોડ રૂપિયામાંથી 350 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત ખરીદવામાં આવી હતી અને 250 કરોડ રૂપિયા બેનામી પ્રોપર્ટી દ્વારા રૂટ કરવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ યાદવ દ્વારા ભારતીય રેલ્વેમાં નોકરી આપવાના નામે પટનાના પોશ વિસ્તારોમાં આ મોટાભાગની જમીન ખોટી રીતે હડપ કરવામાં આવી હતી. આજના યુગમાં તેમની કિંમત 200 કરોડ રૂપિયા છે.

જેના નામે બેનામી મિલકત, શેલ કંપની અને જેને ફાયદો મેળવ્યો છે તે તમામ લોકોની ઓળખ કરવામાં આવી છે. ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં આવેલો બંગલો મેસર્સ એબી એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડના નામે છે, જ્યારે તે વાસ્તવમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને તેમના પરિવારનો છે. આ પ્રોપર્ટીની કિંમત કાગળ પર માત્ર 4 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે, પરંતુ તેની વાસ્તવિક કિંમત 150 કરોડ રૂપિયા છે.

EDએ શું દાવો કર્યો ?

EDએ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જપ્ત કરાયેલી જમીનના ચાર ટુકડા એવા હતા કે તે ગ્રુપ ડીની નોકરી મેળવવા માટે 7.5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. બાદમાં તેને પૂર્વ આરજેડી ધારાસભ્ય અબુ દોજાનાને સાડા ત્રણ કરોડમાં વેચી દેવામાં આવ્યો હતો. આ નાણાં મોટાભાગે આરજેડી નેતા તેજસ્વી યાદવના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા. EDએ દાવો કર્યો હતો કે ઘણા રેલવે ઝોનમાં નોકરી મેળવનારા 50 ટકાથી વધુ લોકો લાલુ યાદવના પરિવારના વિધાનસભા ક્ષેત્રના હતા.

શું છે મામલો?

એવો આરોપ છે કે 2004-2009 દરમિયાન ભારતીય રેલવેના જુદા જુદા ઝોનમાં ગ્રુપ ડીમાં વિવિધ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી અને તેના બદલામાં તેઓએ તેમની જમીન તત્કાલિન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ અને એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરી હતી.

આરોપ છે કે લાલુ પ્રસાદની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સહિત તેમના પરિવારે આવા ચાર ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલા પ્લોટ મેરિડીયન કન્સ્ટ્રક્શન ઈન્ડિયા લિમિટેડ નામની કંપનીને રૂ.7.5 લાખની કિંમતે વેચ્યા હતા, જ્યારે પ્લોટની બજાર કિંમત રૂ.3.5 કરોડ હતી. કંપની કથિત રીતે દોજાનાની માલિકીની હતી.

Back to top button