ચૂંટણી 2022નેશનલ

રાહુલ ગાંધી 13 જૂને ED સમક્ષ હાજર થશે, જાણો-કૉંગ્રેસે શું બનાવ્યો ખાસ પ્લાન?

Text To Speech

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે. કારણકે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી. પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ પત્રકારોને જણાવ્યું કે અમે કાયદાનું પાલન કરનારી પાર્ટી છીએ. અમે નિયમોનું પાલન કરીએ છીએ. જો તેને બોલાવવામાં આવશે, તો તે ચોક્કસપણે જશે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે ‘અમે બીજેપી જેવા નથી. અમને યાદ છે કે જ્યારે અમિત શાહ 2002 થી 2013 સુધી ફરાર હતા. ખેડાએ કહ્યું કે અમને કોઈ ગભરાટ નથી. તે લોકો નિયમો તોડે છે અને નોટિસ મોકલે છે. તેઓ સમજી જશે કે શું થયું છે. નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં EDએ સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા નોટિસ આપી છે.’

EDના સમન્સને શક્તિ પ્રદર્શનમાં ફેરવવાની તૈયારી?
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 13 જૂને ED સમક્ષ હાજર થશે. કૉંગ્રેસના તમામ સાંસદોને રાહુલ ગાંધી જે દિવસે હાજરી આપવાની છે તે દિવસે સવારે પાર્ટી હેડક્વાર્ટર પર બોલાવવામાં આવ્યા છે. એટલે કે કોંગ્રેસ ઈડીના સમન્સને શક્તિ પ્રદર્શનમાં બદલવાનો પ્રયાસ કરશે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે, કારણ કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ સુધી સાજા થયા નથી.

રાહુલ ગાંધી 13 જૂને ED સમક્ષ હાજર થશે
સોનિયા ગાંધી ગયા ગુરુવારે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમનો તપાસ રિપોર્ટ હજુ નેગેટિવ આવ્યો નથી. નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડરિંગના સંબંધમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED દ્વારા 13 જૂને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ અગાઉ રાહુલ ગાંધીને 2 જૂને હાજર થવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ દેશની બહાર છે અને અન્ય કોઈ તારીખે હાજર થવા વિનંતી કરી હતી. રાહુલ ગાંધી ગયા અઠવાડિયે સ્વદેશ પરત ફર્યા હતા

Back to top button