ગુજરાત

ભાવનગર: મીઠીવીરડીમાં પાવર પ્લાન્ટની જમીન પર વૃક્ષારોપણ

Text To Speech

ભાવનગર જિલ્લાના જસપરા મીઠીવીરડીના 6000 મેગાવોટના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં જતી જમીનને આ વિસ્તારના ગ્રામ્યજનોએ બચાવીને તેના સ્થાને 4 એકર જમીનમાં 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ સાથે નાના તળાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં મીઠીવીરડી ગામે વર્ષ 2007માં સરકારની જાહેરાત અનુસાર સ્થપાનાર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં 6000 મેગાવોટના પાવર પ્લાન્ટને લાંબા સંઘર્ષ બાદ વર્ષ-2017માં રદ કરાવ્યો હતો.

700 જેટલા વૃક્ષોનું વાવેતર
જીવ સૃષ્ટિના હિતમાં અને ખાસ કરીને વિસ્તારના અસરગ્રસ્ત ગામોના હિતમાં મીઠીવીરડી સંઘર્ષ સમિતિએ વિસ્તારના ગામોમાં પ્રકૃતિ સુરક્ષા અને રચનાત્મક કામો પણ કરી રહી છે. સૂચિત પ્લાન્ટની જમીનમાં પ્લાન્ટના સ્થાને સમુદાયના સહયોગથી 4 એકરમાં જુલાઇ-2020માં અંદાજે 700 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. અને તેની સાર સંભાળ માટે તાર ફેંસિંગ સહિત પાણીની ટાંકી બનાવીને પિયતની વ્યવસ્થા પણ કરવામાં આવી.

ઔષધીય વર્ક્ષો

ઔષધિય વૃક્ષોનું વાવેતર
સમયાંતરે સરકારની મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરેન્ટી સ્કીમ(MNREGA) હેઠળ આવરી લઈને લાંબાગાળા માટે પ્લાન્ટેશનની સાર સંભાળ અને પિયત માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી. પિયત માટે વધુ સરળ અને લાંબાગાળાની સગવડને ધ્યાને લઈને પ્લાન્ટેશન વિસ્તારમાં જ હિતેચ્છુઓ અને સમુદાયના સહયોગથી નાનું તળાવ બનાવીને પિયતની સગવડ ઊભી કરવામાં માટે કામ હાથ ધરવામાં આવ્યું. જ્યારે 6000 મેગા વોટ અણુ વીજ પ્લાન્ટની જમીનમાં કરવામાં આવેલ પ્લાન્ટેશનમાં આવનારી પેઢીને પ્રકૃતિ શિક્ષણનું નિદર્શન પૂરું પાડી શકાય તે, હેતુથી કાળજી પૂર્વક ઔષધિય પાકો સહિત પક્ષીઓના ખોરાકને ધ્યાનમાં લઈને વિવિધતા ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

Back to top button