એંગ્ઝાઇટીથી પીડાતા માતા -પિતા બાળકોને આપે છે એક્ઝામ પ્રેશરઃ તમે ન કરશો આ ભુલો
બોર્ડ એક્ઝામ્સ ચાલી રહી છે. બાળકો અને માતા પિતા પણ પ્રેશરમાં છે. કેટલાક માતા પિતા બાળકોને શો ઓફનું સાધન બનાવવા માટે અને પોતાની પ્રેસ્ટિજ વધારવા માટે બાળકો પર વધુ માર્ક્સ લાવવા પ્રેશર કરે છે. બાળકો બોર્ડમાં હોય તેવા કેટલાય માતા-પિતા ખુદ ઉદાસ રહેવા લાગે છે. ઘરે ટીવી જોતા નથી, ન તો કોઇ મ્યુઝિક સિસ્ટમ ચાલવા દે છે. કોઇ પ્રોગ્રામ કે ફંકશનમાં જવા આવવાનું બંધ કરી દે છે. દરેક વ્યક્તિને કહેતા રહે છે કે પોતાના બાળકને બોર્ડની એક્ઝામ છે તો તે કોઇ સોશિયલ ગેધરિંગમાં ભાગ નહીં લઇ શકે.
બાળકો થાય છે પરેશાન
આવી બધી બાબતોના લીધે બાળકો પણ પરેશાન થઇ જાય છે. એક છોકરીએ હેલ્પલાઇનમાં કોલ કરીને કહ્યુ કે મારે લાસ્ટ ટાઇમ 90 ટકા માર્ક્સ આવ્યા હતા, પરંતુ આ વખતે કદાચ ન આવી શકે. મારે સારા માર્ક્સ્ નહીં આવે તો મારા માતા પિતાને હું શું મોં બતાવીશ?
એંગ્ઝાઇટીથી પીડિત છે પેરેન્ટ્સ
માતા પિતા પોતાના બાળકોની એક્ઝામને લઇને ખુબ જ ચિંતિત છે. એક માતાએ તો તેને સુસાઇડના વિચારો આવતા હોવાની વાત પણ સ્વીકારી. માતા પિતા એટલા ચિંતાતુર છે કે તેઓ પોતાનો સ્ટ્રેસ બાળકોને આપી રહ્યા છે.
બાળકોના માનસિક તણાવનું કારણ બનતા પેરેન્ટ્સ
સાઇકોલોજિસ્ટ કહે છે કે પેરેન્ટ્સના અજીબ વ્યવહારથી વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધવા લાગે છે. આ પ્રકારની અનેક ફરિયાદો આવે છે. સાઇકોલોજિસ્ટ કહે છે કે ઘણી વખત એક્ઝામ વખતે બાળકો નહીં પરંતુ પેરેન્ટ્સ કાઉન્સેલિંગ કરવા આવે છે. તેથી તમે આ પ્રકારનો વ્યવહાર કરીને બાળકોમાં પેનિક ક્રિએટ ન કરો.
આટલી ભુલો અવોઇડ કરો
- બાળકો પર જમવા કે સુવા જેવી કોઇ બાબતનું દબાણ ન કરો.
- બાળકોને આખો દિવસ પરીક્ષા અંગેની વાતો ન કરો. જેમકે તૈયારી થઇ કે નહીં, કેટલો કોર્સ બાકી છે. આવા સવાલો પુછતા ન રહો.
- બાળકોને સંપુર્ણ રીતે સોશિયલ મીડિયા કે ફોનથી કટઓફ ન કરો.
- બાળકોને 40-45 મિનિટનો બ્રેક લેતા રોકો નહીં.
- તમારો વ્યવહાર હંમેશા જેવો જ રાખો. દુઃખી અને ઉદાસ ન રહો, તેની અસર બાળકો પર થાય છે.
- બાળકોની તુલના અન્ય કોઇ પણ બાળક સાથે ન કરો.
- બાળકોને તેમના હોબીના કામ કરતા રોકો નહીં, કોઇની સાથે વાત કરતા પણ ન ટોકો.
- બાળકોને આખો વખત મોનિટર કરવાની જરૂર નથી.
- બાળકોને ક્યારેય એ ટોન્ટ ન મારો કે તમે એના માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે.
- બાળકોને ક્યારેય માતા પિતાનું સપનું પુરુ કરવાનું પ્રેશર ન આપો.
આ પણ વાંચોઃ વધુ એક છટણી ! હવે Facebook પેરન્ટ કંપની Meta આટલા કર્મચારીઓને દેખાડશે બહારનો રસ્તો