ભારતીય ક્રિકેટની દિગ્ગજ ખેલાડી અને ODI ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મિતાલીની આ જાહેરાત બાદ ઘણા ક્રિકેટ પ્રેમીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મિતાલીની નિવૃત્તિની જાહેરાત પર બોલિવૂડ સેલેબ્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પણ એક નિવેદન જારી કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. તાપસી મિતાલીની બાયોપિક શાબાશ મિથુમાં ક્રિકેટરનું પાત્ર ભજવી રહી છે.
-Youngest ODI captain for Indian cricket Team.
-The only Indian cricketer to captain the team in 4 world cups and reach finals twice!
-Youngest cricketer to score 200 in a test match
-Highest scoring Indian cricketer in the debut international match pic.twitter.com/JAon6KYC1O— taapsee pannu (@taapsee) June 8, 2022
તાપસી પન્નુએ કરી ટ્વીટ
તાપસી પન્નુએ કહ્યું કે, મિતાલી રાજને માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ક્રિકેટમાં તેના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તમારા જીવનના 23 વર્ષ કેમેરા પર જીવવા માટે હું મારી જાતને નસીબદાર ચાહકોમાંનો એક માનું છું, જેણે મને જીદની સાથે સાથે સ્થિતિસ્થાપકતા વિશે ઘણું શીખવ્યું. તેઓ એવા મહાન ખેલાડી છે, જેમનો આભાર માનવો ઓછો છે.
‘શાબાશ મિત્તુ’ મિતાલી રાજના જીવન અને સંઘર્ષની ઝલક આપશે. તાપસીએ ક્રિકેટરની ભૂમિકા ભજવવા માટે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીજીત મુખર્જી કરી રહ્યા છે. મિતાલીનું નિવેદન શેર કરતાં તેણે લખ્યું, શાબાશ મિત્તુ.
"Shabaash Mithu!!!" What an innings!! #MithaliRajRetires #Legend https://t.co/JhRi8G2N2u
— Srijit Mukherji (@srijitspeaketh) June 8, 2022
‘શાબાશ મિત્તુ’ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પહેલા રાહુલ ધોળકિયા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી, પરંતુ હવે તેને શ્રીજીત દ્વારા દિગ્દર્શિત કરવામાં આવનારી છે.