ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં કરંટ રિપેર્સના મલાઈદાર કામોમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી. હજુ હમણાં જ હાટકેશ્વર બ્રિજનો મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો ત્યારે થોડા દિવસ ઢોલ નગારા વાગ્યા અને પછી બધુ જાણે કઈ બન્યું જ ન હોય તેમ સમેટાઇ ગયું. ઉલ્લેખનીય છે કે હાટકેશ્વર બ્રિજમાં મોટાપાયે કૌભાંડ થયું હોવા છતાં કોન્ટ્રાકટરને પેમેન્ટ ચૂકવાઈ ગયું હતું. હવે આગામી શું કાર્યવાહી થશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.
આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ : પહેલા નંબરના ગુનેગારને બચાવવાના પૂરા પ્રયાસ, ક્યારે જાગશે સરકાર !
ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગમાં કરંટ રિપેર્સના કામો માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે તેમ છતાં રાજ્યમાં કોઈપણ જગ્યાએ તેનો સદુપયોગ થતો નથી અને ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો મલાઈ તારી લે છે. દરેક જિલ્લાથી લઈને મહાનગરપાલિકા હોય કે પછી નગરપાલિકા, તમામ કચેરીઓના માર્ગ અને મકાન વિભાગમાં દર વર્ષે કરોડો રૂપિયા સરકાર દ્વારા વર્ષ દરમિયાન જે તે કચેરીને લગતા રસ્તાઓના સમારકામ માટે ફાળવવામાં આવતા હોય છે. આ રકમના માત્ર 50 % કરતાં પણ ઓછી રકમ સમારકામના કામોમાં વાપરવામાં આવે છે જ્યારે અન્ય રકમ ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાકટર વહેંચી લેતા હોય છે.
આ પણ વાંચો : હિંમતનગર : લેતીદેતીની નોકજોકમાં આવકવેરા વિભાગના દરોડા ! સત્ય અંધકારમય
આ તમામ કામ એટલું ખાનગી હોય છે કે જેની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે જેથી તેમાં કયા કેટલી ગ્રાન્ટ આવે છે અને ક્યા કેટલી વાપરવામાં આવે છે તેની કોઈને ગંધ પણ આવતી નથી અને બધુ સગેવગે થઈ જતું હોય છે. છેલ્લા 10 વર્ષના તમામ કરંટ રિપેર્સના કામ અને તેની ગ્રાન્ટની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા ભ્રષ્ટ અધિકારીઓનો ભાંડો ફૂટે તેમ છે.