બિઝનેસ

વધુ એક છટણી ! હવે Facebook પેરન્ટ કંપની Meta આટલા કર્મચારીઓને દેખાડશે બહારનો રસ્તો

Text To Speech

હાલમાં જાણે વૈશ્વિક મંદીની શરૂઆત થઇ હોય તેવું લાગી રહ્યું છે. ગ્લોબલ કંપનીઓ કર્મચારીઓને છુટા કરવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક છટણીનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookની પેરેન્ટ કંપની Meta ફરી એકવાર મોટી છટણીની તૈયારીમાં છે. કંપની આગામી મહિનામાં મોટી છટણી કરી શકે છે. Meta અનેક રાઉન્ડમાં કર્મચારીઓને ઘર ભેગા કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન ફેસબુક પેરન્ટ કંપની મેટા ફરીથી મોટી છટણીની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો : હવે તરુણોને પણ મળશે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રાઈવસી : મેટાએ ઉમેર્યા આ નવા પ્રાઈવસી ફિલ્ટર્સ

ધ વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, આ છટણી ગયા વર્ષના કર્મચારીઓની છટણીની સમાન હશે. એટલે કે, ફરી એકવાર 13 ટકા કર્મચારીઓને Facebookમાંથી દૂર કરવામાં આવશે, જે ઘણા રાઉન્ડમાં થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનાર છટણી આવતા અઠવાડિયે જ થઈ શકે છે, જેમાં નોન-એન્જિનિયરિંગ લઈને ઘણી ભૂમિકાઓ ઓછી કરવાનો સમાવેશ થાય છે.

11 હજાર લોકોની છટણી થઇ શકે છે

ગયા વર્ષે Facebookની પેરેન્ટ કંપની Metaએ 13 ટકા એટલે કે 11 હજાર કર્મચારીઓને કાઢી નાખવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં, આ વર્ષે પણ આટલા લોકોની નોકરી જઈ શકે છે. જો કે, આગામી સમયમાં થનાર છટણીના કેટલાક રાઉન્ડની છટણી અંગેના આંકડા વિશે કોઈ માહિતી સ્પષ્ટ નથી.

આ પણ વાંચો : ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને ઈન્ડિયા હેડ તરીકે નિયુક્ત કર્યા

આ વિભાગોમાંથી છટણી થઇ શકે છે

Facebookની પેરેન્ટ કંપની Meta દ્વારા જે કર્મચારીઓની નોકરી ગુમાવવાની શક્યતા છે તેઓ રિયાલિટી લેબ્સ, હાર્ડવેર અને મેન્ટેનન્સમાં કામ કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે છટણી દ્વારા કંપની તેના પ્લેટફોર્મને મજબૂત કરવા માંગે છે અને આ કામ બિઝનેસનો એક ભાગ છે.

માર્ક ઝુકરબર્ગે આવું કહ્યું

Metaના CEO માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે વર્ષ 2023 કાર્યક્ષમતાનું વર્ષ હશે. આવી સ્થિતિમાં કંપનીના કેટલાક પ્રોજેક્ટ બંધ થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સનું માનવું છે કે કંપની પોતાનો બિઝનેસ મજબૂત કરવા માંગે છે, જેના કારણે તે પ્રોજેક્ટ્સ બંધ કરવાનું વિચારી રહી છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં 3 લાખ કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે.

Back to top button