રિમાન્ડ પુર્ણ થતા પોલીસે મયુર તડવીને કોર્ટમાં હાજર કર્યો હતો અને સાયન્ટિફિક ટેસ્ટ માટે માગ કરી હતી. જે બાદ બોગસ PSI મયુર તડવીના LVA અને SDS ટેસ્ટ માટે કોર્ટ મંજુરી આપી.
આ પણ વાંચો : ગુજરાત પંચાયત વિભાગની મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર પરીક્ષાનું પરિણામ સોમવારે થશે જાહેર
કોર્ટ મયુર તડવીના LVA અને SDS ટેસ્ટ માટે મંજુરી આપી
કરાઈ એકેડમીમાં ઝડપાયેલ નકલી PSI મયુર તડવીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે રિમાન્ડ પુર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યો હતો અને સાયન્ટિફિટ ટેસ્ટ માટે માંગ કરી હતી. પોલીસે મયૂર તડવીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. મહત્વનું છે કે ડભોડા પોલીસ મથકમાં મયુર તડવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી . ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ ઘટનામાં ગાંધીનગર એલસીબી સમગ્ર તપાસ કરી રહી છે. ત્યારબાદ આરોપી તડવીના LVA અને SDS ટેસ્ટ કરવા કોર્ટે મંજૂરી આપી છે. હવે સાયન્ટિફિક પુરાવાના આધારે તપાસ માટે કોર્ટે મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધરપકડ બાદ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં મયુર તડવીને કોર્ટમાં હાજર કરાયો હતો. ગાંધીનગર કોર્ટમાં હાજર કર્યા બાદ આરોપીનું સાયન્ટિફિડ ટેસ્ટ થશે.
આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા
કરાઈ એકેડેમીમાં નકલી PSI આરોપી મયુર તડવીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ ડોક્યુમેન્ટમાં છેડછાડ કર્યા હતાં. જેના સંદર્ભમાં પોલીસે ગુનોં નોંધી તેની અટકાયત કરી હતી જે બાદ આજે તેની ધરપકડ કરાઈ હતી. જેના કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે બાદ તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે ધકેલાયો છે.
કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો
મયૂર તડવી તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. મહત્વનું છે કે ભરુચ જિલ્લાના ઉમેદવાર તેરસિંગભાઈ રાઠવાના સ્થાને મયૂર તડવીએ પોતાનું નામ યાદીમાં ઉમેરી દીધું હતું. વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેમજ પગાર બિલ બનાવતી વખતે મયુરનો રોકેર્ડ સામે આવ્યો હતો. જેમાં મયુરના ભૂતકાળ અને ગેંગ સાથેના સબંધની પણ તપાસ થશે. તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે. યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી તેની પણ તપાસ થશે. ત્યારે યુવરાજસિંહે તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ છે.
આ પણ વાંચો : મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિરોધમાં આજે અંબાજી બંધ
યુવરાજસિંહે કર્યા હતા આક્ષેપ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા રૂપિયા 40 લાખ લઈને PSIની તાલીમ શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પોલીસ ભરતી મામલે ગૃહવિભાગ બે દિવસમાં મોટો ખુલાસો કરી શકે છે.