ટોપ ન્યૂઝસ્પોર્ટસ

WPL 2023 : બેંગ્લોરનો સતત ચોથો પરાજય, યુપીએ કેપ્ટન હીલીના 96 રનની મદદથી 10 વિકેટે મેચ જીત્યો

Text To Speech

મહિલા પ્રીમિયર લીગ (WPL)ની આઠમી મેચમાં યુપી વોરિયર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 10 વિકેટથી હરાવ્યું. આ ટૂર્નામેન્ટમાં યુપીની ત્રણ મેચમાં આ બીજી જીત છે. આ સાથે જ RCBની ટીમ સતત ચોથી મેચમાં હારી ગઈ હતી. RCBએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેની આખી ટીમ 19.3 ઓવરમાં 138 રનમાં સમેટાઈ ગઈ હતી. યુપી વોરિયર્સે 13 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

યુપી સાત ઓવર બાકી રહેતા જીતી ગયું

યુપી વોરિયર્સની ટીમે આરસીબી તરફથી મળેલા 139 રનના ટાર્ગેટને 13 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. તેણે ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે. તેના ત્રણ મેચમાં ચાર પોઈન્ટ છે. તે ત્રીજા સ્થાન પર છે. દિલ્હી કેપિટલ્સ પાસે પણ ત્રણ મેચમાં ચાર પોઈન્ટ છે, પરંતુ તેઓ સારા નેટ રનરેટ સાથે બીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રણ મેચમાં ત્રણ જીત સાથે ટોપ પર છે.

RCBએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી

RCBએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેની આખી ટીમ 19.3 ઓવરમાં 138 રનમાં સમેટાઈ ગઈ હતી. યુપી વોરિયર્સે 13 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 139 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના ખાતામાં સાત ઓવર બાકી હતી. યુપી માટે કેપ્ટન એલિસા હીલી અને દેવિકા વૈદ્યએ પ્રથમ વિકેટ માટે 139 રનની ભાગીદારી નોંધાવી હતી. એલિસા હીલી તેની સદી ચૂકી ગઈ હતી તે 47 બોલમાં 96 રન બનાવીને અણનમ રહી હતી. તેણે પોતાની ઇનિંગમાં 18 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. દેવિકાએ 31 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 36 રન બનાવ્યા હતા.

Back to top button