જ્યોતિરાદિત્ય સિંધિયાના ચરણોમાં MPના ઉર્જા મંત્રી, આ જોઈ ચોંકી ગઈ મહિમા ચૌધરી
માધવ રાવ સિંધિયાની જન્મજયંતિ પર ગ્વાલિયર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના પિતાની યાદમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. માધવ રાવ સિંધિયાની યાદમાં આયોજિત મેરેથોનમાં ભાગ લેવા માટે અભિનેત્રી મહિમા ચૌધરી પણ આવી હતી.તે સમયે સ્ટેજ પર એવી ઘટના બની, જેને જોઈને મહિમા ચૌધરી આશ્ચર્યચકિત થઈ ગઈ. MP ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાના પગે પડ્યા. ત્યારબાદ, સિંધિયાએ તેમને ઉભા કર્યા અને ગળે મળ્યા.
State Energy Minister Pradyuman Singh Tomar at the feet of Union Minister Jyotiraditya Scindia. #MadhyaPradesh #Congress #bjp #jyotiradityascindia #viralvideo pic.twitter.com/GgBd75LUzn
— Samira Nabila (@SamiraNabila1) March 10, 2023
પ્રદ્યુમન સિંહ તોમર એમપીમાં ઉર્જા મંત્રી છે. તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના છે. તેઓ ભાજપમાં જોડાયા પહેલા કોંગ્રેસમાં હતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના કેમ્પમાંથી આવ્યા હતા. મેરેથોન માટે ગ્વાલિયરમાં બનેલા સ્ટેજ પર તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે હાજર હતા. સિંધિયાની બાજુમાં અભિનેત્રી મહિમા ચૌધરી હતી. આ દરમિયાન પ્રદ્યુમન સિંહ તોમર આવે છે અને જ્યોતિરાદિત્ય સિંધિયાના પગે પડે છે.
અભિનેત્રી મહિમા ચૌધરી પ્રદ્યુમનસિંહ તોમરને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પગે પડેલા જોઈને ચોંકી ગઈ. પ્રદ્યુમન સિંહ તોમરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે પ્રદ્યુમન સિંહ તોમર જ્યોતિરાદિત્ય સિંધિયાને પગે પડ્યા હોય. આ પહેલા પણ તે ઘણી વખત જાહેરમાં આવું કરી ચૂક્યા છે.
Madhya Pradesh Energy Minister Pradhuman Singh Tomar cleaned the toilet of a govt school in Gwalior
"A girl student told me that there is no cleanliness in the toilets of the school, because of which the students face problems," Minister Pradhuman Singh Tomar said. (17.12) pic.twitter.com/Lcqu7QfGWL
— ANI (@ANI) December 18, 2021
પ્રદ્યુમન સિંહ તોમર જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના મહારાજ માને છે. તેમને મંત્રી પદની પણ પરવા નથી. તે મહારાજના ચરણ સ્પર્શ કરીને જ આશીર્વાદ લે છે. આ સાથે જ પ્રદ્યુમન સિંહ તોમર જ્યોતિરાદિત્ય સિંધિયા માટે હંમેશા તત્પર પણ રહે છે. ગ્વાલિયરના લોકોને તેમના અલગ-અલગ સ્વરૂપો જોવા મળે છે. ક્યારેક તે ગટર સાફ કરતા જોવા મળે છે તો ક્યારેક તે ટોયલેટ સાફ કરતા જોવા મળે છે.