ટીવી શો ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ના સેટ પર ભીષણ આગ, કોઈ જાનહાની નહીં
સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના ગોરેગાંવમાં ફિલ્મ સિટીમાં સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સિરિયલના સેટ પર આગ લાગી છે.
‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ના સેટ પર આગ
ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ના સેટ પર આજે સાંજે 4 વાગ્યે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તે નજીકના ઘણા સેટમાં પણ ફેલાઈ ગઈ છે. આ સીરિયલનો સેટ મુંબઈના ગોરેગાંવમાં આવેલો છે. તેની આસપાસ અન્ય સિરિયલોનું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું.
આગ અન્ય સેટ પર પણ ફેલાઈ
સ્ટાર પ્લસના લોકપ્રિય શો ગુમ હે કિસી કે પ્યાર મેંના સેટ પર આજે સાંજે 4 વાગ્યે આગ લાગી હતી. મુંબઈના ગોરેગાંવમાં આ સિરિયલનો સેટ છે. અહી બીજી ઘણી સિરિયલો પણ નજીકમાં શૂટ થઈ રહી હતી. આગ એટલી ભીષણ હતી કે તે અન્ય સ્થળોએ પણ ફેલાઈ છે. આ દરમિયાન અહીં 1 હજારથી વધુ લોકો હાજર હતા. જો કે આ ઘટનામાં કોઈને કંઈ ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
બેદરકારીનો મામલો સામે આવ્યો
આગની ઘટનામાં બેદરકારીનો મામલો સામે આવી રહ્યો છે. આગથી બચવા માટે સેટ પર કોઈ ફાયર સેફ્ટી હાજર ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગે બે સિરિયલના સેટને ઝપેટમાં લીધા છે. બંને સિરિયલનો સેટ શો ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ના સેટની એકદમ નજીક છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
#WATCH | Mumbai, Maharashtra: Fire broke out on the set of a TV serial in Goregaon film city. Efforts to douse the fire underway, no injuries reported: BMC pic.twitter.com/isDnIQZH7V
— ANI (@ANI) March 10, 2023
નીલ ભટ્ટ અને આયેશા સિંહનો આ શો ટીઆરપીમાં આગળ
લોકપ્રિય ટીવી સિરિયલ ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ સ્ટાર પ્લસના શોમાંથી એક છે જે દરરોજ નફરત કરનારાઓના નિશાના પર રહે છે. ઘણા સમયથી આ શો અને આ શોના સ્ટાર્સ અને ટીમને ટ્રોલ કરવામાં આવી રહી છે. શોમાં થઈ રહેલા બદલાવ ફેન્સને બિલકુલ પસંદ નથી આવી રહ્યો આમ છતાં, નીલ ભટ્ટ અને આયેશા સિંહનો આ શો ટીઆરપીમાં સતત આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો : વલસાડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં, સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળ્યાં