ગુજરાત

અમદાવાદ નોકરી કરતો અડાલજનો યુવાન કોરોના સંક્રમિત, શહેરમાંથી ચેપ લાગ્યો

Text To Speech

અમદાવાદ નોકરી કરતો અડાલજનો યુવાન કોરોના સંક્રમિત થયો છે. જેમાં પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના છુટાછવાયા કેસ મળી રહ્યા છે. તથા અમદાવાદથી જ તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો: કચ્છમાં હીટવેવની વકી સાથે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી

આરોગ્યની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી

છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના છુટાછવાયા કેસ મળી રહ્યા છે. તાજેતરમાં જ કલોલ અને દહેગામમાંથી એક એક પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ અડાલજમાં એક યુવાન કોરોના સંક્રમિત થયો છે. આ યુવાનને કોરોનાના લક્ષણો જોવા મળતા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા 

કોરોનામાં સપડાયેલા યુવાનની ઉંમર 38 વર્ષની છે. તે અડાલજ ખાતે રહે છે. આ અંગેની જાણ થતા જ આરોગ્યની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. યુવાનના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા અન્ય લોકોની યાદી તૈયાર કરી તપાસ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં યુવાન અમદાવાદ ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાયુ છે. અમદાવાદથી જ તેને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.

Back to top button