ગુજરાતદક્ષિણ ગુજરાત

વલસાડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં, સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળ્યાં

Text To Speech

વલસાડની અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળ્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ફરિયાદ ઉઠતા તંત્રમાં દોડતું થયું છે.

વલસાડની શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત

વલસાડના અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કીડા નીકળ્યા છે. આ બાબતની જાણ થતા જ મામલતદાર સહિતના અધિકારીઓ શાળા તપાસ માટે પહોંચ્યા છે. આ શાળામાં છેલ્લા 15 દિવસમાં બે વખત કીડા નીકળવાની ઘટના સામે આવતા વાલીઓ રોષે ભરાયા છે. શાળાના મધ્યાહન ભોજનમાં ધનેડાં અને માખી મળી આવી હતી. જેનો વીડિયો પર વાયરલ થયો છે.

અબ્રામા પ્રાથમિક શાળા-humdekhengenews

મામલતદારે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

મામલતદારે મધ્યાન ભોજન બનાવવાની જગ્યા પર પહોંચીને તપાસ કરાવી હતી તો સાથે શાળાના બાળકો અને આચાર્ય સાથે વાત કરી તમામ ઘટનાનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અને મામલતદાર એ જણાવ્યું કે બાળકો આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ચલાવવામાં આવશે નહીં અને મધ્યાન ભોજન બનાવતી એજન્સી સામે પણ આ અંગે કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સુરતમાં આટલી સહાય ચૂકવાઇ

Back to top button