આજે ભાલચંદ્ર સંકટ ચોથઃ જાણો પુજન-વિધિ
ફાગણ વદ ચોથના દિવસે સંકટ ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ ચોથને ભાલચંદ્ર સંકટ ચોથ કહેવામાં આવે છે. સંકષ્ટી ગણેશ ચોથ વ્રત આજે કરવામાં આવશે આ દિવસે ચતુર્થી તિથિ આખો દિવસ રહેશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચોથ છે.
ભાલચંદ્ર ચતુર્થી 11 માર્ચ, 2023 ને શનિવારે સર્વાર્થસિદ્ધિ યોગમાં આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને અને રાત્રે ચંદ્રના દર્શન કરવાથી ઉપવાસ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશ અને ચંદ્રદેવની કૃપાથી તમામ પરેશાનીઓનો અંત આવે છે. આ વ્રત પુરૂષો અને સ્ત્રીઓ બંને સમાન રીતે કરે છે. તેનાથી પરિવારની તમામ પરેશાનીઓ દૂર થાય છે, આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સર્વાર્થસિદ્ધિ યોગમાં આવનારી આ ચતુર્થીમાં વ્રત કરનારની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.
કેવી રીતે કરશો પુજા
પૂજા માટે પૂર્વ-ઉત્તર દિશામાં ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો. પહેલા ચોકી પર લાલ અથવા પીળું કાપડ મૂકો. આ બાદ ગણેશજીની મૂર્તિ પર પાણી, અક્ષત, દુર્વા ઘાસ, લાડુ, પાન, ધૂપ વગેરે અર્પણ કરો. અક્ષત અને ફૂલોથી પુજન કરીને ગણપતિને તમારી મનોકામના કહો અને પછી ઓ ગં ગણપતે નમ: મંત્ર બોલતા ગણેશજીને નમન કર્યા પછી આરતી કરો.