ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

Cardiac Arrest અને Heart Attack વચ્ચે શું છે ફર્ક? ચેતો આ ખતરનાક રોગથી!

બોલિવુડ અભિનેતા સતીષ કૌશિકનું 66 વર્ષની ઉંમરમાં કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થયુ છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ સંબંધિત બિમારીઓથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. પહેલા મોટી ઉંમરે હાર્ટ એટેકનો ખતરો રહેતો હતો, પરંતુ આજના સમયમાં નાની ઉંમરમાં જ કાર્ડિયાક એરેસ્ટનો ખતરો વધી ગયો છે. ઘણી વાર લોકો કાર્ડિયાક એરેસ્ટના લક્ષણોને સામાન્ય સમજીને ઇગ્નોર કરી દે છે. જે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. ડરાવી દેતી બાબત એ છે કે કાર્ડિયાક એરેસ્ટમાં દિલની ધડકન કામ કરવાનું બંધ કરી દે છે અને તાત્કાલિક ઇલાજ ન મળે તો વ્યક્તિ મૃત્યુ પામે છે. કેટલાક લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ વચ્ચે કન્ફ્યુઝ રહે છે, પરંતુ બંનેમાં ખુબ અંતર છે.

Cardiac Arrest અને  Heart Attack વચ્ચે શું છે ફર્ક? ચેતો આ ખતરનાક રોગથી! hum dekhenge news

શું હોય છે કાર્ડિયાક એરેસ્ટ

કાર્ડિયાક એરેસ્ટ એક જીવલેણ સ્થિતિ છે. તેમાં હાર્ટ અચાનક કામ કરવાનુ બંધ કરી દે છે. જો હાર્ટ કામ કરવાનું બંધ કરી દે તો લોહીને પંપ કરી શકતુ નથી અને થોડા સમયમાં જ તેની અસર આખા શરીર પર દેખાવા લાગે છે. ઇમરજન્સી સ્થિતિમાં CPR(કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) અને ડિફિબ્રિલેશનથી કાર્ડિયાક એરેસ્ટમાં થોડી મદદ મળી શકે છે. સીપીઆર તમારા ફેફસામાં પર્યાપ્ત ઓક્સિજન બનાવી રાખે છે. જો સમય પર સીપીઆર અને ડિફાઇબ્રિલેટર મળી જાય તો કાર્ડિયાક એરેસ્ટથી જીવ બચાવી શકાય છે.

શું છે કાર્ડિયાક એરેસ્ટ આવવાનું કારણ?

કાર્ડિયાક એરેસ્ટની સૌથી વધુ ડરાવતી વાત એ છે કે તે કોઇ પણ વ્યક્તિને ગમે તે સમયે આવી શકે છે. ઘણી વખત હાર્ટ એટેક પણ તેનું એક કારણ હોઇ શકે છે. આ ઉપરાંત કોઇ વ્યક્તિની હાર્ટની માંસપેશીઓ નબળી પડી જાય છે તો પણ કાર્ડિયાક એરેસ્ટ આવી શકે છે.

Cardiac Arrest અને  Heart Attack વચ્ચે શું છે ફર્ક? ચેતો આ ખતરનાક રોગથી! hum dekhenge news

શું હોય છે હાર્ટ એટેક?

હાર્ટ એટેક કાર્ડિયાક એરેસ્ટથી અલગ હોય છે. તે કાર્ડિયાક એરેસ્ટ કરતા ઓછો ખતરનાક છે. જ્યારે વ્યક્તિના હાર્ટ સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં કોઇ બાધા આવે છે અથવા ધમનીઓ 100 ટકા બ્લોક થઇ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે. હ્દયમાં દુખાવો કે ભારેપણું લાગે છે. આ તેનું સૌથી સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત શ્વાસ ફુલવા, પરસેવો થવો, ઉલટી થવી જેવા લક્ષણ તાત્કાલિક અથવા થોડા સમય બાદ સામે આવે છે.

શું છે હાર્ટ એટેક આવવાનું કારણ

હાર્ટ એટેક આવવાનું કારણ તમારી ખરાબ લાઇફસ્ટાઇલ હોઇ શકે છે. જો તમારી જીવનશૈલી યોગ્ય નહીં હોય તો તમે હાર્ટ એટેકનો ભોગ બની શકો છો. વધુ પડતી એક્સર્સાઇઝ કરવી કે પછી પુરતી ઉંઘ ન લેવી પણ હાર્ટએટેકનું કારણ બની શકે છે.

Cardiac Arrest અને  Heart Attack વચ્ચે શું છે ફર્ક? ચેતો આ ખતરનાક રોગથી! hum dekhenge news

આટલું ઘ્યાન રાખો

  • લાઇફસ્ટાઇલ હેલ્ધી રાખો, યોગ્ય આહારનું સેવન કરો
  • રોજ એક્સર્સાઇઝ કરી વજન કન્ટ્રોલમાં રાખો
  • તણાવથી બચો
  • આલ્કોહોલ-સ્મોકિંગ ન કરો.
  • સમયે સમયે ડોક્ટરની સલાહ લો
  • થોડા થોડા સમયે બોડી ચેકઅપ કરાવો

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થશેઃ જાણી લો ઘટસ્થાપનાના શુભ મુહુર્ત

Back to top button