પાલનપુર: બનાસકાંઠામાં તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ વહીવટદારો નીમાયા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની 14 તાલુકા પંચાયતોની મુદત 11 માર્ચના રોજ પૂર્ણ થતા તેમજ પંચાયતોની ચૂંટણીમાં વિલંબ થતા સરકાર દ્વારા તમામ તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની તેમજ બંને જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થતી હોય ચૂંટણી યોજવાની હતી જોકે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા કોઈ કારણસર હાલ પૂરતી ચૂંટણી યોજવાનો મોકૂફ રખાતા તેમજ પંચાયતોની મુદત પૂર્ણ થતા સરકાર દ્વારા વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે..
ચૂંટણીમાં વિલંબ થતા વહીવટદારોની નિમણૂક
જેમાં જિલ્લાના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરાયા છે. જેમાં ડીસા પાલનપુર વડગામ દાતા દાંતીવાડા ધાનેરા થરાદ શિહોરી દિયોદર લાખણી અને સુઈગામ તાલુકામાં જે તે પ્રાંત અધિકારીને વહીવટદાર ની નિમણૂક અપાઇ છે. જ્યારે વાવ તાલુકા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસુલ તેમજ ભાભરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અને અમીરગઢમાં જિલ્લા પુરવઠા અધિકારીને વહીવટદાર તરીકે નિમાયા છે.
આ પણ વાંચો :H3N2 વાયરસ પર કેન્દ્ર સરકાર એલર્ટ, આવતીકાલે નીતિ આયોગની બેઠક