આપણા રોજિંદા આહારમાં આ ચીજનો પણ સમાવેશ કરવો જોઈએ, જેથી અનેક રોગોની સાથે-સાથે આપણા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો આજે અમે તમને એવી 5 ચીજો વિશે જણાવીશું જેને તમારે તમારી દિનચર્યામાં જરૂર સામેલ કરવી જોઈએ.
ચિયાના બીજ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, અને કબજિયાતમાં પણ રાહત આપે છે. આ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર છે, જે હૃદય રોગ અને કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે.
આમાં ઓમેગા-3, ફેટી એસિડ્સ, ફાઈબર અને અન્ય મિનરલ્સ વધુ પ્રમાણમાં હોય છે તથા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. ભોજન કરતા પહેલા એક મુઠ્ઠી ફ્લેક્સસીડ ખાવાથી ઘણા ફાયદા થશે.
આમાં ઝિંક, સેલેનિયમ, કોપર, આયર્ન, વિટામિન-બી જેવા ઘણા પોષક તત્વો રહેલા છે, સાથે જ તે કેન્સરનું જોખમ ઘટાડે છે. દરરોજ તેનું સેવન કરવાથી ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ ઓછું થાય છે.
આમાં ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જોવા મળે છે. તેને સૂપ અથવા સલાડ સાથે લઈ છે.
સૂર્યમુખીના બીજ: આમાં મોનોસેચ્યુરેટેડ ફેટ, વિટામિન-ઈ અને પ્રોટીન જોવા મળે છે. શેકેલા સૂર્યમુખીના બીજને દહીં અથવા સલાડની વાનગીઓમાં ઉમેરી શકાય છે.