ગુજરાતમાં આત્મહત્યાના કેસ વધતા જાય ત્યારે થોડા દિવસો પહેલા ગીર સોમનાથના તબીબ અતુલ ચગ આત્મહત્યાનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે. રાજ્યભરમાં આ કેસ ચર્ચામાં છે. અતુલ ચગ આત્મહત્યા કેસમાં પરિવાર જનોનો આક્ષેપ છે કે સ્યુસાઈડ નોટમાં નારણભાઈ અને ભાજપ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના નામ હોવાથી આ કેસને દબાવવામાં આવી રહ્યો છે. આખરે ઘણા દિવસો થવા છતાં કેસ ન લેતા આખરે પરિવારજનો હાઈકોર્ટના શરણે ગયા છે. આ કેસમાં સોમવારે સુનાવણી થશે.
ગીરસોમનાથના જાણીતા તબીબ અતુલ ચગ આત્મહત્યા હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માગી છે. તબીબના આત્મહત્યા કેસમાં ન્યાય માટે પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ પરિવારજનોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડૉ અતુલ ચગની આત્મહત્યાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે અને ઠેર ઠેર આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : વેરાવળના તબીબ આત્મહત્યા પ્રકરણમાં સાંસદ પરીમલ નથવાણીએ ગૃહમંત્રીને તટસ્થ તપાસ કરવા વિનંતી કરી
કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ
આ કેસમાં પોલીસ સામે પણ ઘણા પ્રશ્નો પથ્ય છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશભાઈ રાજપૂતે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ લગાવતા કહ્યું કે ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માંગ કરી છે. સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે, છતાં પોલીસ કેમ ફરિયાદ નથી લેતી તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે. એકતરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવે છે કે પોલીસ ગુનામાં કોઈને છોડશે નહીં તેવી વાત કરે છે. તો બીજી તરફ તબીબ અતુલ ચગના પરિવારને ન્યાય ક્યારે મળશે તેવુ પણ કહ્યુ હતુ.
આ પણ વાંચો : ગુજરાતમાં રેલવે ટ્રેક પર અકસ્માત-આત્મહત્યાનો આંકડો જાણી ચોંકી જશો
તબીબ અતુલ ચગના ચકચારી આપઘાત કેસમાં પરિવારજનોને મોટો પુરાવો હાથ લાગ્યો છે. જેમા આર્થિક વ્યવહારોની તપાસ કરી રહેલા પરિવારજનોને કોરા ચેક મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તબીબે આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં કથિત નામવાળા વ્યક્તિ, નારણભાઈએ આપેલા કોરા ચેક મળી આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પરિવારે આર્થિક વ્યવહારોની ભાળ મેળવવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ઠરી હતી.
સોમવારે સુનાવણી
ગીર સોમનાથના તબીબ અતુલ ચક આત્મહત્યાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઘણા દિવસો થવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા આખરે પરિવારજનોએ હાઈકોર્ટમાં દાદ માંગી છે. હાઈકોર્ટ દ્વારા સોમવારે આ કેસની સુનાવણી કરશે. અતુલ ચગને ન્યાય મળશે કે પછી રાજકીય દબાણમાં કેસને દબાવી દેવામાં આવશે એ તો આવનાર સમય જ બતાવશે.