સાયન્સ એન્ડ ટેકનોલોજી

Facebook યુઝર્સ માટે સારા સમાચાર, એક દાયકા પછી જોવા મળશે આ ફીચર્સ

Text To Speech

Facebook યુઝર્સમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. Facebook આજે દુનિયાના તમામ ખૂણે પહોચી ગયું છે અને કોમ્યુનિકેશનનું બેસ્ટ માધ્યમ થઇ ગયું છે. 2014માં ફેસબુકે એપમાંથી ઇનબોક્સ વિકલ્પ હટાવી દીધો હતો. એટલે કે, તમને મેસેજ મોકલવા માટે મેસેન્જર એપની જરૂર હતી. પરતું લગભગ એક દાયકા પછી, Facebook ટૂંક સમયમાં જ એપમાં તેનો એક જૂનો વિકલ્પ પાછો લાવી શકે છે. 2014માં નિર્ણય લેતા, Facebook એપ્લિકેશનમાંથી ઇનબોક્સ વિકલ્પ દૂર કર્યો હતો અને ફેસબુક તેમજ મેસેન્જર, બે એપ્સને અલગથી પ્રમોટ કરી. એ સમયે Metaના CEO માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે આ નિર્ણયથી લોકોને વધુ સારો અનુભવ મળશે.

ઝુકરબર્ગેના આ નિર્ણય બાદ લોકોને Facebook પર મળતા મેસેજ જોવા માટે મેસેન્જર એપની જરૂર પડી અને તેઓ ત્યાંથી ચેટ કરી શકતા. એટલે કે વાતચીત માટે મેસેન્જર એપની જરૂર હતી. ઘણા લોકો એવા હતા જેમણે આ નિર્ણય પછી Facebook Liteનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું જેથી તેમને 2 એપ્સ અલગથી વાપરવી ન પડે. પરંતુ હવે લગભગ એક દાયકા પછી, Facebook ઇનબોક્સ વિકલ્પને એપ્લિકેશનમાં પાછા લાવવાનું વિચારી રહ્યું છે.

આ પણ વાંચો : Facebook અને Instagram બ્લુ ટિક સર્વિસ શરૂ, જાણો શું છે પ્લાનની કિંમતો ?

જાણીતા સોશિયલ મીડિયા વિશ્લેષક Matt Navarraએ એક ટ્વીટ શેર કર્યું છે જેથી એ જોઈ શકાય છે કે Facebook લોકોને નવા ચેટ અનુભવનો ટેસ્ટ કરવા માટે કહી રહ્યું છે. કંપનીએ પોતે જ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે તે ટૂંક જ Facebook સાથે મેસેન્જરને ઈન્ટિગ્રેટ કરી શકે છે. જો કે, નવા ચેટ વિકલ્પમાં લોકોને કઇ સુવિધાઓ મળશે અને તે કેટલા સમય સુધી મળશે અંગેની માહિતી જાહેર કરવામાં નથી આવી. જો મેસેન્જર ફેસબુક સાથે જોડાય છે, તો લોકો અહીંથી તેમના ઇનબોક્સને ઍક્સેસ કરી શકશે.

આ પણ વાંચો : શું તમે યુઝ કરો છો Facebook ? જાણો-આ ફીચર થઈ રહ્યું છે બંધ

તાજેતરમાં Metaએ આ પગલું ભર્યું

Facebookના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માટે પેઈડ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. હાલમાં, આ સેવા કેટલાક દેશોમાં શરૂ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં કંપની દ્વારા અન્ય દેશોમાં પણ લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીએ તાજેતરમાં પ્લેટફોર્મ પર Reelની મર્યાદા 60 સેકન્ડથી વધારીને 90 સેકન્ડ કરી છે જેથી તેઓ ખુલીને પોતાની જાતને વ્યક્ત કરી શકે.

Back to top button