ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી : બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના ઘરે પહોંચી ED, તપાસ ચાલુ

Text To Speech

શુક્રવારે સીબીઆઈની તપાસ અને પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી બાદ દિલ્હીથી લઈને બિહાર અને ઉત્તર પ્રદેશ સુધીના અનેક શહેરોમાં હલચલ મચી ગઈ છે. EDએ નોકરી માટે જમીન કૌભાંડના સંબંધમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના દિલ્હીના નિવાસ પર પણ દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ દિલ્હીમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીના નિવાસસ્થાને સર્ચ કરી રહ્યા છે.

આ પણ વાંચો : લાલુ યાદવના 15 સ્થળો પર EDના દરોડા, ટીમ દિલ્હીથી બિહાર સુધી સર્ચમાં લાગી

15 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) કૌભાંડના સંબંધમાં ચાર રાજ્યોમાં 15 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં બિહારના પટનામાં આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવના નજીકના અબુ દોજાના પણ આ તપાસના દાયરામાં છે. અધિકારીઓ પણ તેમના ઘરે પહોંચી ગયા છે.

મામલો 2004-09ની વચ્ચેનો 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ CBIએ લાલુ યાદવ અને તેમની પત્ની રાબડી દેવી સહિત 14 લોકો વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર સહિતના ગંભીર મામલામાં ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ આરોપ લગાવ્યો છે કે લાલુ પ્રસાદ યાદવ, જેઓ 2004 થી 2009 વચ્ચે રેલવે મંત્રી હતા, તેમણે નોકરીના બદલામાં તેમના પરિવારના સભ્યોના નામે જમીન ટ્રાન્સફર કરીને નાણાંકીય લાભ મેળવ્યા હતા.

પીએમ મોદીને લખ્યો પત્ર, લગાવ્યા આ આરોપો

સીબીઆઈની તપાસ દરમિયાન આ કેસમાં ઈડી પણ સામેલ હતી. આ પછી, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વિપક્ષી નેતાઓએ ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર રાજકીય હેતુઓ માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે.

Back to top button