ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લી : ધોરણ 8નો વિદ્યાર્થી પશુ પંખીઓના અનોખા અવાજ કાઢી બન્યો આકર્ષણનું કેન્દ્ર

Text To Speech

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થી તેની અનોખી કળાને કારણે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ વિદ્યાર્થીનું નામ તૌકીર ચૌહાણ છે. તે 14 જેટલા પશુ પંખીઓના અવાજ કાઢી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

અરવલ્લીનો વિદ્યાર્થી-humdekhengenews

વિદ્યાર્થીમા પશુ પક્ષીના અવાજ કાઢવાની અનોખી કળા

અરવલ્લીના મોડાસા ખાતે એક સામાન્ય પરિવારમાં રહેતો તૌકીર ચૌહાણ નામનો બાળક જે નાનપણથીજ અનોખી કળા ધરાવે છે,કુદરત કેટલાક લોકોને જન્મથી જ અનોખી કળાઓ આપતી હોય છે જરૂર હોય છે તેને બહાર લાવવાની ત્યારે આ કાર્ય ક્યાંક સ્કૂલો કરતી હોય છે મોડાસા ખાતે આવેલી મખદૂમ હાઈસ્કૂલમાં ધોરણ 8 વિધાર્થી પણ આવીજ કૈક પશુ પંખીઓના અવાજ કાઢવાની કળા છુપાયેલી હતી ત્યારે શાળા દ્વારા આ વિધાર્થીને શાળાના એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર લાવી એક પ્લેટફોર્મ આપી આ બાળકમાં રહેલી પ્રતિભા બહાર લાવવાનું કામ કર્યું.

આ પશુ-પક્ષીઓના અવાજ કાઢી શકે છે 

તૌકીર નાનપણમાં મિત્રો સાથે રમવા જતો ત્યારે આજુ બાજુમાં સાંભળતા પશુ પંખીના અવાજો દ્વારા પ્રેરાઈ તેણે પણ થયું કે આપણે પણ આવા અવાજો કેમ કાઢી ના શકીયે જેથી આ બાળકે જાતે ઘરે જુદા જુદા પશુ પંખીઓના અવાજો કાઢવાની પ્રેકટીશ શરુ કરી આજે આ બાળક કોયલ , મોર , ગલુડિયું , નાનું બાળક , કૂતરું ભસવું , બિલાડી જેવા જુદા જુદા પ્રાણીઓના અવાજો આબેહૂબ કાઢી શકે છે … ત્યારે આ બાળક હાલતો તેની આ કળા દ્વારા શાળાના બાળકો તેમજ આસપાસના લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.

પિતા શાકભાજીની લારી ચલાવે છે

એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મેલો આ બાળકના પિતા મોડાસા ખાતે શાકભાજીની લારી ચલાવી પોતાનું જીવન ગુજરાન ચાવે છે ત્યારે એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ બાળકમાં રહેલી ટેલેન્ટથી બાળકે તેના પરિવારને પણ એક ઓળખ અપાવી છે.

આ પણ વાંચો : સાબરકાંઠા : IAS અધિકારી નીતિન સાંગવાનનુ અપહરણ કરી મારકૂટનો મામલો, ત્રણ આરોપીની ધરપકડ

Back to top button