વડોદરાના નવા મેયરની થઈ જાહેરાત, જાણો કોણ સંભાળશે પદભાર
વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યા બાદ નિલેશ રાઠોડને વડોદરાના મેયર પદની જવાબદારી સોંપવામાં આવી છે. . ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનું સુત્ર અમલી કરવામાં આવ્યું હોવાના કારણે ધારાસભ્ય કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામુ આપ્યું હતુ જે બાદ બાદ વડોદરાના મેયરના પદને લઇને ચાલી રહેલી અનેક અટકળો હતી. જેનો આજે અંત આવ્યો છે. અને આજે મેયર પદ માટે નિલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરાના નવા મેયર બન્યા નિલેશ રાઠોડ
વડોદરાના નવા મેયર તરીકે નિલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. 6 મહિના માટે નિલેશ રાઠોડ મેયરનો પદભાર સંભાળશે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા વડોદરાના મેયર કેયુર રોકડીયાને ટીકીટ આપવામાં આવી હતી જેમાં તેમની જીત થઈ હતી. જેથી તેઓ ધારાસભ્ય સાથે પાલિકાની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા. ત્યારે ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનું સુત્ર અમલી કરવામાં આવ્યું હોવાના કારણે ધારાસભ્ય કેયુર રોકડિયાએ તેમના મેયર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેથી મેયર પદ ખાલી પડતા 6 મહિના માટે મેયરનો પદભાર નિલેશ રાઠોડને સોંપવામં આવ્યો છે.
નવા નિમાયેલ મેયર માત્ર 6 મહિના માટે જ પદ ભાર સંભાળશે
નગર પાલિકામાં ચૂંટાયેલી પાંખના મોટાભાગના પદાધિકારીઓની મુદત અઢી વર્ષની હોય છે. અને પૂર્વ મેયર કેયુર રોકડિયાએ તેમના કાર્યકાળનો 2 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો છે. જેથી હવે નવા નિમાયેલ મેયર માત્ર 6 મહિના માટે જ પદ ભાર સંભાળશે. ત્યાર બાદ નિયમાનુસાર મહિલા મેયર અને ડે. મેયર તરીકે પુરૂષ ઉમેદવારની નિયુક્તી કરવામાં આવશે.
આ પણ વાંચો : સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ ચૂંટાયા શી જિનપિંગ, 4 દાયકાથી ચાલી આવતી પરંપરા તોડી