બિઝનેસ

રેલવેએ વંદે ભારત ટ્રેનને લઈને ટાટા સ્ટીલને આપ્યો કરોડોનો કોન્ટ્રાક્ટ !

Text To Speech

દેશની હાઈ સ્પીડ ટ્રેનની વંદે ભારત ટ્રેનએ રેલ્વેનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. આ હાઈ સ્પીડ ટ્રેનથી લોકોને સુવિધા મળશે અને સમય બચશે. દેશની હાઈ સ્પીડ ટ્રેનનો ઉત્પાદનમાં સુપ્રસિદ્ધ સ્ટીલ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલનું નામ પણ જોડાઈ ગયું છે. ટાટા સ્ટીલ સ્વદેશી હાઈ સ્પીડ ટ્રેન માટે કોચ અને સીટોનું ઉત્પાદન કરશે. ભારતીય રેલવેએ કંપનીને કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. રેલ્વેએ આગામી બે વર્ષ માટે 200 વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચો : ભાજપના સાંસદે રેલવેમંત્રીને લખ્યો પત્ર, સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ

રેલવેના જણાવ્યા પ્રમાણે, તે ઝડપથી વંદે ભારત એક્સપ્રેસનું નિર્માણ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું લક્ષ્ય પૂર્ણ કરશે. IANSના અહેવાલ મુજબ, ભારતીય રેલ્વેએ આ સંદર્ભે ટાટા સ્ટીલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની યોજના રાખવામાં આવી છે.

ટાટા સ્ટીલ શું ઉત્પાદન કરશે ?

દેશની સુપ્રસિદ્ધ ટાટા સ્ટીલ હવે વંદે ભારત એક્સપ્રેસમાં ફર્સ્ટ એસીથી લઈને થ્રી-ટાયર કોચ સુધીની સીટોનું ઉત્પાદન કરશે. ટ્રેન માટે LHB કોચ બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ કંપનીને આપવામાં આવ્યો છે. ત્યાં જ ટ્રેનની પેનલ, બારીઓ અને રેલવે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસમાં સીટીંગ સિસ્ટમ બલ્ક ઓર્ડર 16 કોચ અને 22 ટ્રેન સેટ માટે છે.

આ પણ વાંચો : વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત

વિમાન જેવી સુવિધાઓ

ટાટા સ્ટીલના વાઈસ પ્રેસિડેન્ટ દેબાશીષ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આ ટ્રેનની સીટ એવી રીતે બનાવવામાં આવી છે કે તે 180 ડિગ્રી સુધી ફરી શકે છે અને તેમાં એરક્રાફ્ટ જેવી પેસેન્જર સુવિધા છે. IANSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલી એવી ટ્રેન હશે, જેમાં 180 ડિગ્રી ફરતી ખુરશીઓ હશે.

એટલા કરોડની ડીલ થઇ

હાલમાં, ભારતીય રેલ્વેએ યોજના હેઠળ ટ્રેનના ભાગો બનાવવા માટે એક મલ્ટીનેશનલ સ્ટીલ કંપનીને લગભગ 145 કરોડ રૂપિયાનું ટેન્ડર આપ્યું છે. કંપની તરફથી ભાગોનું ઉત્પાદન 12 મહિનામાં પૂર્ણ થશે. ટાટા સ્ટીલે પણ આ માટે કામ શરૂ કરી દીધું છે. રેલ્વે મંત્રાલય 2024ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં વંદે ભારતની પ્રથમ સ્લીપર ટ્રેન ચલાવવાનું લક્ષ્ય છે.

Back to top button