ગુજરાતટોપ ન્યૂઝ

જામનગરમાં રિક્ષા અને મનપાની ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત

Text To Speech

રિક્ષા અને મનપાની કચરાની ગાડી સામસામે ટકરાતા રિક્ષામાં સવાર બે બાળક સહિત ચારને નાની-મોટી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ ધીમા રહેજો ! ફરી કોરોના ફેલાઈ રહ્યો છે, ગુરુવારે નોંધાયા 30 નવા કેસ

જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં ધૂળેટીના બપોરના સમયે પેસેન્જર ભરેલી એક રીક્ષા અને કચરાના કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી, અને અંદર બેઠેલા બે બાળકો સહિતના ચાર વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ હતી.

અકસ્માત - Humdekhengenews

જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં ધૂળેટીના બપોરના સમયે પસાર થઈ રહેલી જીજે 23 ડબલ્યુ 2078 નંબરની ઓટો રીક્ષાને સામેથી આવી રહેલા જામનગર મહાનગરપાલિકાના કચરાના કન્ટેનર જી.જે.10 ટી.એક્સ. 3153 ના ચાલકે ઠોકર મારી દેતાં પડીકું વળી ગઈ હતી, અને માર્ગ પર આડે પડખે થઈ હતી.

આ પણ વાંચો : કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં ડૂબતી બોટમાંથી છ માછીમારોને બચાવ્યા

જે રિક્ષામાં બેઠેલા નરેશ પરમાર અને ચિરાગ સારીયા સહિત ચાર વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ હતી, જે તમામને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. અકસ્માતના બનાવ પછી લોકોનું ટોળું એકત્ર થયું હતું. સિટી બી.ડીવિઝનનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button