વર્લ્ડ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડના એંધાણ, બિનજામીનપાત્ર વોરંટ જારી

Text To Speech

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં ક્વેટાની એક સ્થાનિક અદાલતે પીટીઆઈના વડા ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ સાથે કોર્ટે અધિકારીઓને પૂર્વ પીએમને કોર્ટમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. જે કેસમાં તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે તે ઈમરાન ખાને રવિવારે રાજ્ય સંસ્થાઓ અને તેમના અધિકારીઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી સાથે સંબંધિત છે.

શું કેસ છે ઈમરાન ખાન સામે ?

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી અબ્દુલ ખલીલ કાકરે પીટીઆઈના વડા વિરુદ્ધ બિજલી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્વેટા પોલીસે સોમવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઇમરા ખાન વિરુદ્ધ ઈલેક્ટ્રોનિક ક્રાઈમ એક્ટ 2016ની કલમ 153A, 124A અને 505 હેઠળ “દ્વેષ ફેલાવવા” માટે કેસ નોંધ્યો છે. હકીકતમાં ગયા સપ્તાહના અંતમાં પોલીસ તેની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક વિસ્તારમાં ઇમરાનના ઘરેથી પહોંચી હતી. જ્યાં પોલીસ અને ઈમરાન સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જે બાદ ઈમરાને સરકાર અને સરકારી સંસ્થાઓ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા.

ઈમરાન ખાને શું કહ્યું?

પોલીસ અને તેમના પક્ષના કાર્યકરો વચ્ચે લોહિયાળ અથડામણો પછી ખાને કહ્યું કે સરકાર પંજાબમાં ચૂંટણી મુલતવી રાખવાનું બહાનું ઇચ્છે છે અને આ માટે તેને મૃતદેહોની જરૂર છે. તેમણે કહ્યું કે પોલીસે અમારા 100 કાર્યકરોને ઝડપી લીધા છે. અમે સરકાર અને તેના આકાઓને તેમના નાપાક મનસૂબામાં સફળ થવા દઈશું નહીં. ઈસ્લામાબાદની અદાલતે તોશાખાના કેસમાં ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યા પછી પોલીસ દરોડા શરૂ થયા. અનેક કેસોનો સામનો કરી રહેલા ખાને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમની સામે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 76 કેસ નોંધાયા છે.

Back to top button