ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCના મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે

Text To Speech

અમદાવાદમાં AMCના મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે. જેમાં 1500 કર્મચારીઓ-અધિકારીઓની બદલી કરાશે. તેમાં બે તબક્કાઓમાં બદલી થઈ શકે છે. આજે તથા કાલે બદલીના આર્ડર આવી શકે છે અને બાકી રહેલા કર્મચારીઓની બીજા તબક્કામાં બદલી કરવામાં આવશે.

આ પણ વાંચો: જામનગર-દેવભૂમિ દ્વારકાના બે ભેજાબાજો દ્વારા છેતરપિંડીનો નવતર કિમીયો અજમાવ્યો 

એક જ સ્થળે 1000 દિવસ કરતા વધુ થયા હોય તેની બદલી થશે

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી એક જ જગ્યાએ નોકરી કરનારની બદલી કરવામાં આવશે. તેમાં ઈજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓની બદલી થશે. તેમજ સોલિડ વેસ્ટ, વર્કશોપ, ટેક્સ સહિતના કર્મીઓની બદલી થશે આજે મોડી સાંજ સુધી પ્રથમ તબક્કા હેઠળ સેકડો કર્મચારીઓની આંતરિક બદલી થઇ શકે છે. બાકી રહેલા કર્મચારીઓની બીજા તબક્કામાં બદલી થશે. એક જ સ્થળે 1000 દિવસ કરતા વધુ સમયથી નોકરી કરતા હોય એવા કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની નજરમાં છે.

આ પણ વાંચો: અમદાવાદના વિવાદિત વોટર પાર્કને ફરી શરૂ કરવાનો કારસો રચાયો 

2016 બાદ પ્રથમવાર આટલા મોટા પાયે બદલી કરવાનું આયોજન

વર્ષ 2016 બાદ પ્રથમવાર આટલા મોટા પાયે બદલી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા નાના પાયે બદલી પ્રક્રિયા કરાઈ હતી. જેમાં હવે ઈજનેર, હેલ્થ, એસ્ટેટ, ટીડીઓ, સોલિડ વેસ્ટ, વર્કશોપ, ટેક્સ સહીત મોટા ભાગના વિભાગોમાં બદલીનો ગંજીપો ચીપાશે. પોતાની બદલી ક્યાં વિભાગ અને વોર્ડમાં થશે એ બાબતને લઈને તમામ સ્ટાફમાં ઉચાટનું વાતાવરણ છે.

Back to top button