‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ ‘અંગૂરી ભાભી’એ લીધા છૂટાછેડા, આ કારણે 19 વર્ષનો સંબંધ થયો સમાપ્ત
શુભાંગી અત્રે લોકપ્રિય કોમેડી શો “ભાભીજી ઘર પર હૈ “માં અંગૂરી ભાભીની ભૂમિકામાં જોવા મળી હતી. તેનો પતિ પીયૂષ એક્ટિંગની દુનિયાથી ઘણો દૂર છે. તે ડિજિટલ માર્કેટિંગમાં છે. લગ્નના બે વર્ષ પછી પિયુષ અને શુભાંગીને એક પુત્રીનો જન્મ થયો. ત્યારે આજે આ અભિનેત્રી લગ્નના 19 વર્ષ બાદ તેના પતિથી અલગ થઈ છે.
શુભાંગી અત્રેનું લગ્ન જીવન તૂટ્યું
ટીવીના ફેમસ કોમેડી શો ‘ભાબીજી ઘર પર હૈ’ની અભિનેત્રી ‘અંગુરી ભાભી’ એટલે કે શુભાંગી અત્રે વિશે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. લગ્નના 19 વર્ષ પછી શુભાંગી અત્રેએ છૂટાછેડા લીધા હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર શુભાંગીના ચાહકો માટે મોટા આંચકા સમાન છે. દરેક વ્યક્તિ તેમના છૂટાછેડાના સમાચાર પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
19 વર્ષ પછી પતિથી થઈ અલગ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનાઅહેવાલ મુજબ, શુભાંગી અત્રેએ પોતાના 19 વર્ષના લગ્નજીવનનો અંત લાવી દીધો છે. તેણે તેના પતિ પીયૂષ પુરીથી છૂટાછેડા લઈ લીધા છે. શુભાંગીએ કહ્યું, ‘હું અને પીયૂષ લગભગ એક વર્ષથી સાથે રહેતા ન હતા. અમે બંનેએ અમારા સંબંધોને ઠીક કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સમાધાન થઈ શક્યું નહીં અને તેમને અલગ થવું પડ્યું. લગ્નનો પાયો પરસ્પર આદર, વિશ્વાસ અને મિત્રતા પર ટકેલો છે. શુભાંગીએ 2003માં પિયુષ સાથે તેના હોમટાઉન ઈન્દોરમાં લગ્ન કર્યા હતા.
અમે અમારા મતભેદોને ઉકેલી શક્યા નથી : શુભાંગી
શુભાંગી અત્રેએ વધુમાં ઉમેર્યું, હતુ કે આખરે અમને સમજાયું કે અમે અમારા મતભેદોને ઉકેલી શક્યા નથી અને અમે એકબીજાથી અલગ થઈ અમારા અંગત જીવન અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.’
શુભાંગી 18 વર્ષની પુત્રીને લઈને લીધો આ નિર્ણય
શુભાંગી અત્રેની અને પિયુષની 18 વર્ષની પુત્રી છે જેને લઈને દંપતીએ મોટો નિર્ણય લીધો છે. તેને કહ્યુ કે નથી ઈચ્છતી કે તેની દીકરી તેના પિતાના પ્રેમથી વંચિત રહે એટલા માટે પીયૂષ રવિવારે તેને મળવા આવે છે.
અલગ થવાનું નક્કી કરવું સહેલું ન હતું
અલગ થવા વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, ‘તે હજુ પણ મુશ્કેલ છે. મારો પરિવાર મારી પ્રથમ પ્રાથમિકતા છે, અને અમે બધા ઇચ્છીએ છીએ કે અમારા પરિવારો અમારી આસપાસ હોય, પરંતુ અમુક નુકસાની ભરપાઈ કરી શકાતી નથી. જ્યારે આટલા વર્ષોનો સંબંધ તૂટે છે, ત્યારે તે તમને માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે. હું પણ તેનાથી પ્રભાવિત થઈ હતી, પરંતુ અમારે આ પગલું ભરવું પડ્યું, અને હું તેની સાથે સંમત છું.
આ પણ વાંચો : PM મોદીની રાજભવનમાં દોઢ કલાક ચાલી બેઠક, કંઈક નવા જૂનીના એંધાણ