PM મોદીની રાજભવનમાં દોઢ કલાક ચાલી બેઠક, કંઈક નવા જૂનીના એંધાણ
પીએમ મોદી મોટેરા સ્ટેડિયમમાં મેચ નિહાળ્યા બાદ સીધા જ રાજભવન ખાતે જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રીના કાફલાની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાફલો પણ રાજભવન પહોંચ્યો હતો. ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. અને હવે PM મોદીની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો પણ શરૂ થઈ છે.
રાજભવનમાં દોઢ કલાક ચાલી બેઠક
વડાપ્રધાન મોદી મોટેરા સ્ટેડિયમમાં મેચ નિહાળ્યા બાદ સીધા જ રાજભવન જવા રવાના થયા હતા. વડાપ્રધાને બંધ બારણે નેતાઓ સાથે શુ વાત કરી તેની વિગતો હાલ સામે આવી નથી પરંતું રાજભવનમાં દોઢ કલાક ગુપ્ત બેઠકો યોજાઈ હતી. જેમાં CM, પાટિલ સહિત ટોચના IAS અધિકારીઓને પણ પ્રધાનમંત્રીએ રાજભવનમાં બોલાવ્યા હતા.
આ હોદ્દેદારો રહ્યા હાજર
આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ગુજરાત સરકારના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સરકાર અને સંગઠનની બેઠક બાદ હવે પ્રધાનમંત્રીની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો પણ શરૂ થઈ છે. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્યસચિવ રાજકુમાર સહિતના સિનિયર અધિકારીઓને રાજભવન બોલાવવામાં આવ્યા છે. બેઠકોમાં ગુજરાતના વિક્સલક્ષી પ્રોજેક્ટોની સમીક્ષા કરવામાં આવશે. ટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સાબરમતી રીડેવલપમેન્ટ સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : World Kidney Day 2023: આ 4 આદતો તમારી કિડની કરી શકે છે ફેલ