માત્ર 5 હજાર રૂપિયામાં 5G સ્માર્ટફોન ખરીદવા માંગો છો?
ફ્લિપકાર્ટ સેલ : 3 જૂનથી ફ્લિપકાર્ટ પર મોટી બચત ધમાલ સેલનો આજે છેલ્લો દિવસ છે. આ સેલની મદદથી તમે ઘરના સામાનથી લઈને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સુધીની દરેક વસ્તુ સસ્તામાં ખરીદી શકો છો. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 5 હજાર રૂપિયા છે, તો અમારી પાસે તમારા માટે કેટલાક આકર્ષક મોબાઇલ વિકલ્પો છે. ચાલો આ સસ્તા સ્માર્ટફોન પર એક નજર કરીએ.
Vivo T1 5G: જો તમે Vivoના રૂ. 16,990 ના આ 5G સ્માર્ટફોન માટે HDFC બેંક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણી કરો છો, તો તમે એક હજાર રૂપિયા બચાવી શકો છો, અને જૂના સ્માર્ટફોનના બદલામાં તેને ખરીદીને, તમે 12,500 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ ફોન 3,490 રૂપિયામાં મેળવી શકો છો.
Redmi Note 10T 5G: Redmi ના 5G સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયા છે પરંતુ જો તમે તેને તમારા જૂના સ્માર્ટફોનના બદલે ખરીદો છો, તો તમે 11,250 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ રીતે તમે આ ફોનને 749 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો.
Infinix Zero 5G: 17,999 રૂપિયાના આ 5G સ્માર્ટફોન પર આકર્ષક બેંક અને એક્સચેન્જ ઑફર્સ આપવામાં આવી રહી છે. તમે કોઈપણ બેંક કાર્ડનો ઉપયોગ કરીને 2 હજાર રૂપિયા બચાવી શકો છો, અને તમને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ સાથે અન્ય 800 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઑફર સાથે તમે 12,500 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ રીતે, આ ફોન 2,699 રૂપિયામાં ખરીદી શકાય છે.
Samsung Galaxy F23 5G: 128GB સ્ટોરેજવાળો આ Samsung 5G સ્માર્ટફોન રૂ. 16,999માં વેચાઈ રહ્યો છે. ICICI બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર યુઝર્સને એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તેમના જૂના ફોનના બદલામાં ખરીદવાથી 12,500 રૂપિયા સુધીની બચત કરી શકાય. સેમસંગનો આ ફોન તમને 3,499 રૂપિયામાં મળી શકે છે.
Poco M3 Pro 5G: જો તમે 16,499 રૂપિયાનો આ 5G સ્માર્ટફોન ખરીદતી વખતે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 825 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ મેળવવા પર તમને 12,500 રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ મળશે. આ ફોનને 3,174 રૂપિયામાં ખરીદી શકો છો.