ગુજરાત

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ગીફ્ટ સીટી ખાતે તેના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસની કરશે સ્થાપના

Text To Speech

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ભારતના પ્રવાસે છે ત્યારે ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી દ્વારા તેની સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે  ભારત અને ઓસ્ટ્રેલિયાના વચ્ચેના શૈક્ષણિક સબંધો વધુ મજબુત બનશે. જે સંદર્ભમાં ઉજવણી કરવા માટે અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડીકન યુનિવર્સિટીને ગુજરાતમાં આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું રોલ મોડેલ બન્યું છે અને તેમના જ માર્ગદર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાનું મિશન પણ ગુજરાત સરકારે કાર્યાન્વિત કર્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાના દ્વિપક્ષીય સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો વિશેષ લાભ ગુજરાતને મળશે.

આ પણ વાંચો : AAPએ ગુજરાત ચૂંટણી પર આટલા કરોડ રૂપિયાના ખર્ચની કરી જાહેરાત, જાણો ક્યાં કેટલા વાપર્યા !

ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાંથી વર્ષે હજારો વિદ્યાર્થીઓ વધુ ભણતર માટે ઓસ્ટ્રેલીયા જતાં હોય છે ત્યારે હવે આવી રીતે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી ગુજરાતમાં આવે તેનાથી ચોક્કસ ગુજરાતીઓને ફાયદો જ છે.

Back to top button