ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં, હાઈકોર્ટમાં જાહેર કરી નવી નીતિ

Text To Speech

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં દાખલ સુઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરાવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશ પર સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં તમામ બ્રિજને લઈને વિગતો આપી હતી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજોની સ્થિતિ અંગે નવી પુલ નીતિ જાહેર કરી હતી.

હાઈકોર્ટે રાજ્યના તમામ બ્રિજ અંગે માંગી હતી માહિતી

મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજોની સ્થિતિને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમા હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં જેટલા પણ માઈનોર અને મેજર બ્રિજ આવેલા છે તેની સંપૂર્ણ તપાસના અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવે. જે અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજની માહિતી આપી હતી.

મોરબી બ્રિજ દુર્ઘટના-humdekhengenews

રાજ્ય સરકારે જાહેર કરી નવી નિતી

આજે શહેરના વિસ્તારમાં આવેલા બ્રિજના નીતિ નિયમો મામલે પણ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ આપ્યો હતો. જેમાં જણાવવામા આવ્યુ હતુ કે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગે નવી પુલ નીતિ જાહેર કરી હતી. જેમાં રાજ્યસરકારે પુલના નિતી નિયમો અંગે જવાબ આપ્યો હતો. રાજ્યની તમામ મહાનગર પાલિકાઓ અને સત્તામંડળો માટે પણ નવી પુલ નીતિ જાહેર કરી છે. તેમજ પુલ નાળાની જાળવણી માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

રાજ્યના તમામ પુલ-નાળાનું વર્ષમાં બે વાર ઈન્સપેક્શન થશે

રાજ્ય સરકારે પુલ-નાળાની જાળવણી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં રાજ્યમાં આવેલ તમામ પુલ-નાળાનું વર્ષમાં બે વાર ઈન્સપેક્શન કરવામાં આવશે. આ ઈન્સપેક્શન ચોમાસા પહેલા મે મહિનામાં અને ચોમાસા બાદ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવશે. અને આ નિરીક્ષણ અને સમીક્ષા માટે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે. તમામ બ્રિજના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે.એક્ઝિક્યુટિવ ઈજનેરની હશે.મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં આવેલા તમામ બ્રિજો પર કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં તમામ બ્રિજનું વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો 1 બોક્સનો કેટલો ભાવ બોલાયો

Back to top button